Headlines

પોરબંદરના કેદારશ્વર મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે અન્નકોટના અનોખા દર્શન: બીલનાથ મહાદેવના ભાતીગળ દર્શન અને અન્નકોટના લાભાર્થે શિવભક્તોને પાઠવવામાં આવ્યું અંતરથી આમંત્રણ


શ્રાવણ માસ એટલે શિવની ભક્તિ અને આરાધનાનો પવિત્ર મહિનો છે, અને તેમાં પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારનું શિવભક્તો માટે અનેરું તથા વિશેષ મહત્વ રહેલું હોય છે. પોરબંદરના અલગ-અલગ શિવાલયોમાં શિવભક્તો માટે અવનવા અને આકર્ષક દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. તે જ પરંપરા મુજબ પોરબંદરના સૌથી જૂના અને પૌરાણિક કેદારશ્વર મંદિરે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે અન્નકોટના દિવ્ય દર્શનનો લહાવો ભક્તોને મળવા પાત્ર છે. આ પવિત્ર અવસરે નીજ મંદિરમાં બીલનાથ મહાદેવના દર્શનનો લાભ પણ શિવભક્તોને સાથેસાથે મળી રહેશે. શ્રાવણ માસના પંદર દિવસો પૂરા થઈ ગયા છે અને શિવભક્તોમાં ભારે ઉત્સાહ તેમજ ઉમંગ જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે સાતમ-આઠમ જેવા તહેવારોનો માહોલ જામ્યો છે, ત્યારે આ સોમવારનું ધાર્મિક મહત્વ વધુ વિશેષ બની જાય છે.

કેદારશ્વર મંદિરમાં દર સોમવારે અલગ-અલગ મનમોહક દર્શનનો લહાવો શિવભક્તોને મળતો હોય છે, અને તે જ શ્રદ્ધા સાથે આગામી તારીખ ૩૧/૦૮/૨૦૨૬ ને સોમવારના રોજ સાંજે ૫:૦૦ કલાકથી લઈને રાત્રિના ૧૨:૦૦ વાગ્યાની આરતી સુધી અન્નકોટના દર્શન તથા બીલનાથ મહાદેવના ભાતીગળ દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે. શિવભક્તો આ નોખા અને અલૌકિક દર્શનનો મહત્તમ લાભ પ્રાપ્ત કરી શકે તે માટે હસુભાઇ પોરીયા તથા ભરતભાઈ લાખાણી દ્વારા તમામ ધર્મપ્રેમી શિવભક્તોને અંતરથી નમ્ર નિમંત્રણ અને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *