હે ભગવાન!
ઓ માય ગોડ!!
પોરબંદરમાં બાઇક ચોરીમાં ગોડની ધરપકડ
પોરબંદરના પ્રેમજી બાદરશાહીના બાઇકની ચોરીમાં મધ્યપ્રદેશનો રમેશ ગોડ ઝડપાયો
કોન્સ્ટેબલ કરશનને ખાનગી સોર્સમાંથી માહિતી મળી, પીઆઈ સાળૂકએ તપ કર્યું અને ભગવાનની દયાથી ગોડ ઝડપાઈ ગયો
પોરબંદર
પોરબંદરમાં સુભાષ નગર વિસ્તારમાં થયેલી એક બાઈક ચોરીમાં ફરિયાદ થયાના ગણતરીના કલાકોમાં ભગવાનની દયા છે આ બાઈક ચોરીમાં ગોડની ધરપકડ થઈ છે. રમેશ ગોડ નામનો આ શખ્સ મધ્યપ્રદેશનો વતની છે. બાઈક સાથે જ ફાર્બર મરીન પોલીસે તેને ઝડપી લીધો છે.
પોરબંદરના પંચ હાટડી વિસ્તારમાં ખારવા સમાજ સામે અમલાણી ફળિયામાં રહેતા અને માછીમારીનો ધંધો કરતા પ્રેમજીભાઇ કાનજીભાઇ બાદરશાહી (ઉવ.૫૬)એ નોંધાવેલ એક ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા વ્યક્તિએ તા.૫/૧/૨૦૨૫ના ૨/૩૦ થી ૬/૦૦ દરમ્યાન તેમનું હીરો હોન્ડા પેશન પ્લસ જી.જે.૧૮ એન ૪૯૮૨ ( કિમત રૂપિયા-૨૦૦૦૦/-)ની ચોરી કરી લીધું હતું. સુભાષનગર ગોદી ટર્મીનલ ગોદામ નં.૧૬ ની સામે બનેલી આ ઘટના અંગે હાર્બર મરીન પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ થતાં ફોજદાર એન કે વાઘેલાએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન હાર્બર મરીન પી.આઈ. એસ.ડી.સાળુંકે પોલીસ સ્ટાફ સાથે રાખી ઉપરોકત ગુન્હાના કામે આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા દરમ્યાન તા.૧૦/૦૧/૨૦૨૫ના રોજ સર્વેલનસ સ્ટાફના કોન્સ્ટેબલ કરશન કાનાભાઇને હ્યુમન સોર્સીસથી ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આ કામનો આરોપી ચોરીના બાઇક સાથે મીનાક્ષી ફીશ કંપની વાળા રસ્તેથી સુભાષનગર ગોદી તરફ જઇ રહેલ છે તેવી ચોકકસ હકીકત મળતા પોરબંદર સુભાષનગર રોડ બાપા સીતારામની મઢુલી પાસેથી આ કામના આરોપી રમેશ બિહારીલાલ ગોડ (જાતે-બંજારા ઉવ.૪૦ ધંધો-મચ્છીનો રહે.હાલ જુનાબંદર, બોટ એશોશીયેશનની ઓફીસની પાછળ પોરબંદર મુળ રહે. માંગરોળ ગાંવ, તા.જી. નીમય મધ્યપ્રદેશ)ને ચોરીમાં ગયેલ હીરો હોન્ડા પેશન પ્લસ નં. જી.જે.૧૮ એન ૪૯૮૨ ની સાથે પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે. આ કામગીરીમાં પીએસઆઇ એન. કે.વાઘેલા, એએસઆઇ ભરત વાઘેલા, કોન્સ્ટેબલ કરશન ઓડેદરા, દિનેશ બંધિયા, વિશાલ વાઢેળ વગેરે જોડાયા હતા.
