Saturday June 21, 2025

પોરબંદરમાં અસલ કોલ લાઇસન્સ વગરની બોટ પકડી પાડતી હાર્બર મરીન પોલીસ

ટોકન લિસ્ટમાં દર્શાવાયેલ નામો સિવાયની બે વ્યક્તિઓ સહિત ત્રણની ધરપકડ

ચોથા આરોપી તરીકે ગણતરીમાં લેવાયેલ બોટ માલિક કૈલાશ જંગીની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન

પોરબંદર
પોરબંદરના દરિયામાં ટોકન સાથે રાખ્યા વગર તેમજ કોલ લાઇસન્સ પણ રાખ્યા વગર અને ટોકનમાં દર્શાવેલ નામો સિવાયના લોકોને બોટમાં માછીમારી કરવા માટે રાખવા સહિતના ગુનાઓમાં પોલીસ કડક થઈને કાર્યવાહી કરી રહી છે ત્યારે આ રીતે ટોકનથી બિનઅધિકૃત રીતે વ્યક્તિઓને રાખવા બદલ અને કોલર લાઇસન્સ સાથે નહીં રાખવા બદલ ચાર વ્યક્તિઓ સામે હાર્બર મરીન પોલીસમાં ગુનો દાખલ થયો છે. જેમાંથી બોટમાં રહેલ ત્રણ વ્યક્તિઓને પોલીસે પકડી લીધા છે અને ચોથા આરોપી તરીકે ગણતરીમાં લેવાયેલ બોટ માલિક કૈલાશ જંગીની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સરકાર તરફે હરબર મરીન પોલીસના જમાદાર રાકેશ ચૌધરીએ (૧) રવિ ઉર્ફે ભુત માધવજી કોટીયા ઉવ.૩૪ ધંધો-માછીમારી રહે.ભાટીયા બજાર કેશવ સ્કુલની પાસે પોરબંદર, (૨) વિનેશ ઉર્ફે રોય રણછોડભાઇ ભાદ્રેચા ઉવ.૩૦ ધંધો-માછીમારી રહે.હોળી ચકલો ખારવાવાડ પોરબંદર, (3) ગૌતમ રાજેશભાઇ ગોહેલ ઉવ.૨૨ રહે.બોખીરા મહેર સમાજ પાસે પોરબંદર તથા (૪) નહીં પકડાયેલ બોટ માલીક કૈલાશ રમેશભાઇ જંગી (રહે. બીરલા કોલોની ડી-ગઇટ કવાર્ટર નં.ડી-૮૭, પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી રવીએ પોતાના કબ્જા હવાલાવાળી ફાયબર બોટ પીલાણુ નામે રામેશ્વર રજીસ્ટર્ડ નં. આઇએનડી જીજે.૨૫.એમઓ ૧૫૧૪મા બિન અધિકૃત રીતે ટોકનમા જણાવેલ નામ સિવાયના આરોપી વિનેશ તથા ગૌતમને સાથે રાખી તેમજ અસલ કોલ લાયસન્સ સાથે ન રાખી અને નહીં પકડાયેલ બોટ માલીક આરોપી કૈલાસની ફાયબર બોટ પીલાણામા ગેરકાયદે રીતે દરીયામા ફીશીંગ કરતા ગુજરાત મત્સ્યધોગ (સુધારા) વટહુકમ ૨૦૨૦ મુજબ નિયમનો ભંગ કરતા મળી આવ્યા હતા. તા.૧૯/૧૨/૨૦૨૪ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના સુમારે જેટી સામે દરીયામા જી.પી.એસ. લોકેશન લેટીટયુડ 21.624698 લોંગીટયુડ 69.592970 પર પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે હાર્બર મરીન પોલીસમાં ગુજરાત મત્સ્યધોગ અધિનિયમ- ૨૦૦૩ના કાયદાની કલમ-૨૧(૧)(ચ) મુજબ ગુનો દાખલ થતાં જમાદાર આર એફ ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top