Saturday June 21, 2025

પોરબંદરમાં ઘરમાં ઘુસી ધમકી આપનાર સાગર દિનેશ ઝડપાયો

પોરબંદર
ઉદ્યોગનગર પોલીસના એક ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ભુંડીગાળો આપી મારી નાખવાની ઘમકી આપવાના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને પોરબંદર એલ.સી.બી.એ પકડી લીધો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. પીઆઇ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એએસઆઇ મુકેશ માવદીયા, હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને મળેલ સંયુકત હકીકત આધારે, જયુબેલી ચાર રસ્તા જુના પુલ પાસેથી ઉદ્યોગનગર પોલીસના ભાન્યાસ ૩૩૧(૩), ૩૫૨, ૩૫૧(૨) મુજબના ગુનામાં છેલ્લા ચાર માસ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપી સાગર દિનેશભાઇ સોમૈયા (ઉ.વ.૨૦ રહે. જયુબેલી હરભોલે ગેરેજ પાસે પોરબંદર)ને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરવા ઉદ્યોગનગર પો સ્ટે. સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં એએસઆઇ બટુક વિંઝુડા, રાજેન્દ્ર જોષી, રણજીત દયાતર, ગોવિંદ મકવાણા, તથા હેડ કોન્સ્ટેબલ ઉદય વરૂ, સલીમ પઠાણ, ઉપેન્દ્ર જાડેજા, કુલદીપ જાડેજા, લક્ષ્મણ ઓડેદરા, જીતુ દાસા તથા મ.જમાદાર નાથીબેન કુછડીયા, વિરેન્દ્ર પરમાર, અજય ચૌહાણ તથા ડ્રાપીસી ગોવિંદ માળીયા વિગેરે રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top