Headlines

બગવદર પાસે વિદેશી દારૂની મોટી ખેપ પકડાઈ: આરોપીઓ ફરાર



ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


​બગવદર પોલીસે બોરીયા ગામના પાદરમાંથી એક લાવારીસ હાલતમાં પડેલી વેન્યુ કારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે જયેશ ઉર્ફે જયો લાખાભાઈ મોરી (રહે. ખોડીયાર મહારાજની વાડી પાસે, પોરબંદર), બાલુભાઈ અરભમભાઈ કોડીયાતર (રહે. બોરીયા ગામ, તા. રાણાવાવ) અને દેસુર મેરુભાઈ રબારી (રહે. ટીટોડી ગામ, તા. રાણાવાવ) સામે ગુનો નોંધ્યો છે.
​બગવદર પોલીસના એક અહેવાલ અનુસાર, પોલીસે કારમાંથી રૂ. ૨,૫૭,૪૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૨૩૪ બોટલો જપ્ત કરી છે. કારની કિંમત સહિત કુલ ૭.૫૭ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસ રેઈડ દરમિયાન આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેમની શોધખોળ અત્યારે ચાલુ છે. આ નેટવર્ક ક્યાંથી ક્યાં દારૂ સપ્લાય કરતું હતું તેની પણ તપાસ ચાલી રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *