Friday June 20, 2025

બોગસ ડોક્ટર: ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો લાખણકાનો અશ્વિન ચૌહાણ એસઓજીની જપટે ચડી ગયો: ભડભડિયાનો કિશોર સરવૈયા પણ પોલીસને હાથ આવી ગયો

ભાવનગર
ભાવનગર એસઓજી પોલીસે ઘોઘા પટ્ટીના ગામોમાં ગઈકાલે બે અલગ અલગ જગ્યાએ બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે જેમાં ભાવનગર તાલુકાના લાખણકા ગામે છે અશ્વિન ચૌહાણ નામના ડોક્ટરી કરતા શખ્સને તેમજ ભડભડીયા ગામના કિશોર સરવૈયા નામના શખ્સને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા હતા.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભાવનગર એસઓજીના હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ ગોહિલે સરકાર તરફે આરોપી અશ્વિન ધરમશીભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી અશ્વિનભાઇ ધરમશીભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦ ધંધો દાકતરી પ્રેકટીસ રહે નવાપરા પ્રાથમીક શાળા પાસે લાખણકા ગામ તા. જી.ભાવગનર)એ વગર ડીગ્રીએ ડોક્ટરની પ્રેક્ટીસ કરી દર્દીઓને એલોપેથીક તથા અન્ય દવાઓ આપી સારવાર કરી મેડિકલ પ્રેક્ટીસનર એક્ટ કલમ ૩૦ મુજબ ગુન્હો કર્યા બાબતે ઘોઘા પોલીસમાં ગુનો દાખલ થયો છે. પોલીસે કહ્યું કે એક મકાનમાં એક ઇસમ દવાખાનું ચલાવી ટેબલ ખુરશી ઉપર બેસી પોતાની ડોકમાં સ્ટેથોસ્કોપ લગાવી બેઠેલ હતા જે ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ અશ્વિન ધરશી ચૌહાણ હોવાનું જણાવતા પંચો રૂબરૂ સરકાર માન્ય દાકતરી તપાસ અંગેનું પ્રમાણપત્ર (સર્ટી) માંગતા પોતાની પાસે દર્દીઓની સારવાર કરવા માટેનુ કોઇ દાકતરી પ્રમાણપત્ર નહીં હોવાનું અને વગર ડીગ્રીએ પોતે દર્દીઓને સારવાર કરતા હોવાનું જણાવેલ હોય, તેની પાસેથી દાકતરીને લગતા સાધનો તથા દવાઓ તથા ઇન્જેકશન તથા સાધનો મળી આવેલ છે. તમામ મુદામાલ મળી કુલ કિ.રૂ.૬૩૦૫/- નો મળી આવતા પંચનામાની વિગતે કબ્જે કરવામાં આવેલ. આ અંગે ગોગા પોલીસમાં ગુનો દાખલ થતાં હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.
એ જ પ્રકારે પોલીસે કિશોર પોલા સરવૈયા,(ઉ.વ.૩૮,ધંધો-ડૉકટરી રહે.ગામ ભડભડીયા તા. જી. ભાવનગર)એ વગર ડીગ્રીએ ડોક્ટર ની પ્રેક્ટીસ કરી દર્દીઓને એલોપેથીક તથા અન્ય દવાઓ આપી સારવાર કરી મેડિ કલ પ્રેક્ટીસનર એક્ટ કલમ ૩૦ મુજબ ગુન્હો કર્યા બાબત ફરિયાદ ગોગા પોલીસમાં નોંધાવી છે. જેમાં હરપાલસિંહ ગોહિલ ફરિયાદી બન્યા છે ફરિયાદ અનુસાર હાથબ ગામ લાખણકા જવાના રસ્તા પર રામેશ્વર ક્રુપા કોમ્પલેક્ષ કિષ્ણા કોમ્યુટર ની બાજુમાં ડૉ. કિશોર.પી.સરવૈયા નામનુ દવાખાનુ ખોલી કોઇ પણ જાતની ડીગ્રી વગર દવાખાનુ ચલાવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરે છે. વિગેરે મતલબેની હકીકત મળતા તુરત જ સદરહું બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા બાતમીવાળા ઇસમ હાજર હોય જેને મળેલ હકીકત બાબતે પુછતા પોતે વગર ડીગ્રી એ દવાખાનું ચલાવતા હોવાનું જણાવેલ. તેની પાસે ડોક્ટર ની ડીગ્રી અંગેનુ પ્રમાણપત્ર (સર્ટી) માંગ તા પોતાની પાસે દર્દીઓની સારવાર કરવા માટેનુ કોઇ દાકતરી પ્રમાણપત્ર (સર્ટી) નહી હોવાનુ અને વગર ડીગ્રીએ પોતે દ ર્દીઓને સારવાર કરતા હોવાનું જણાવેલ હોય ગુનો દાખલ થયો છે. આ કેસની તપાસ પણ ઘોઘા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top