
રોડ અકસ્માત માં ધટાડો કરવા ભાવનગર રેડક્રોસ અને આરટીઓ કચેરી દ્વારા વાહનો ચલાવતા ડ્રાઈવરો ની આંખો ચકાસણી નું અભિયાન ચલાવાશે
ટ્રાન્સપોર્ટ, હાઇવે, અને મોટા વાહનો ની હેરફેર સાથે જોડાયેલ ડ્રાઈવર અને ક્લીનર ની તપાસ કરી ચશ્મા પણ આપવા માં આવશે
જિલ્લા કલેકટર આર.કે.મહેતા ના માર્ગદર્શન નીચે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર તેમજ આર ટી ઓ કચેરી ભાવનગર દ્વારા અકસ્માત નું જોખમ ઘટાડવા માટે શહેર જિલ્લા માં ટ્રક અને મોટા વાહનો ઉપરાંત નાના ખાનગી વાહનો ના ડ્રાઈવરો ની દ્રષ્ટિ ચકાસણી કરવા નું અભિયાન શરૂ કરવા માં આવેલ છે જેનો આરંભ તા.21 ફેબ્રુઆરી સવારે 11 કલાક થી નારી ચોકડી ખાતે થી શરૂ કરવા માં આવશે.
જેમાં તબક્કા વાર અલગ અલગ સ્થળો પર ટ્રક, બસ લોડિંગ વાહનો ઉપરાંત નાના વાહનો ના ડ્રાઈવરો ની દ્રષ્ટિ ની ઓટો રેફ અને કેરેટોમીટર સાથે તપાસ કરવા માં આવશે અને જેમને જરૂર હશે તેને ચશ્મા પણ વિનામૂલ્યે આપવા નું આયોજન કરેલ છે સાથે ડ્રાઈવર અને ક્લીનર ની બીપી અને ડાયાબિટીસ ની તપાસ અને જનરલ હેલ્થ ચેકઅપ અને ફોલોઅપ સારવાર પણ કરવા નું આયોજન કરવા માં આવેલ છે.
જિલ્લા કલેકટર અને રેડક્રોસ ના પ્રમુખ આર.કે.મહેતાના માર્ગદર્શન નીચે રેડક્રોસ સોસાયટી અને આરટીઓ કચેરી દ્વારા અલગ અલગ સમયે અલગ અલગ વિસ્તારોમાં જ્યાં મોટા વાહનો ની અવર જવર અને કામ નું સ્થળ હોય ત્યાં જઈ ને આ અભિયાન ચલાવવા માં આવશે. રોડ અકસ્માતો ઘટાડવા ડ્રાઈવર અને ક્લીનર ની આરોગ્ય ચકાસણી ની જરૂરિયાત ને ધ્યાન માં રાખી ને આ આયોજન કરવા માં આવેલ છે.