Saturday June 21, 2025

ભાવનગરમાં સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાતની સૌરાષ્ટ્ર પ્રદેશ કારોબારી મિટિંગ અધ્યક્ષ મનસુખપરી બાપુ, ઉપાધ્યક્ષ રાજેન્દ્રપૂરી બાપુની ઉપસ્થિતિમાં સમ્પન્ન

ડો.મેહુલ એમ.ગોસાઈ, (M.D Ped..HOD ભાવનગર સિવિલ હોસ્પિટલ)થી લઈને રમણિકગિરિ ગોસ્વામી (સંપાદક દશનામ અતિત મુજપર મુંદ્રા કચ્છ) સુધીની અનેક સેલિબ્રિટીઓ પણ હાજર રહેતાં કાર્યક્રમ ગરિમાપૂર્ણ બન્યો

જયદેવગિરિ ગોસ્વામી, ભાવનગર

તા : 23/03/2025, રવિવાર ના રોજ ડૉ .આંબેડકર ભવન ભાવનગર ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર પ્રદેશ ની કારોબારી મિટિંગ સફળતા પૂર્વક યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાત માં થી દશનામ ગોસ્વામી સમાજ ના પ્રતિનિધિ ઓ બહોળી સંખ્યામાં માં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય ના દરેક જિલ્લાઓ માં થી પધારેલા આ તમામ માનવંતા મહેમાનો નું ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રપૂરી બાપુ, શ્રી કૈલાસગિરિ (ગારીયાધાર) ,શ્રી ભરતગિરિ (ગારીયાધાર) અને ટીમ દ્વારા ઉમળકાભેર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત શ્રી મયંકગીરી ગોસ્વામી દ્વારા કંઠે ગવાયેલી પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માં ગુજરાત રાજ્ય ના અધ્યક્ષશ્રી મનસુખપરી આર.ગોસાઈ (પરીબાપુ) દ્વારા પ્રાસંગિક આવકાર સાથે ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જ્ઞાની રત્નો સમાન એવા શ્રીમતિ કંચનબેન ગોસ્વામી, (પ્રમુખ શ્રી જામજોધપુરમાં નગરપાલીકા), ડો.મેહુલ એમ.ગોસાઈ, (M.D Ped..HOD ભાવનગર સિવિલ હોસ્પિટલ), શ્રી રમણિકગિરિ ગોસ્વામી (સંપાદક દશનામ અતિત મુજપર મુંદ્રા કચ્છ) નું તેમની વિશિષ્ટ સિદ્ધિઓ માટે બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી રાજુગિરીજી (બાંટવા) એ આ સમગ્ર કાર્યક્રમ નું અધ્યક્ષ પદ શોભાવ્યૂ હતું.શ્રી રમેશગીરીજી મહામંત્રી ભાજપા, ટ્રસ્ટી શ્રી સોમનાથ યાત્રિક ભવન (જામજોધપુર) ઉપાધ્યક્ષ શ્રીમહેન્દ્રગિરી (ભોપાભાઈ- રાજકોટ),ટ્રસ્ટી શ્રી ભિખુગિરી (જામખંભાળિયા) પ્રમુખ શ્રી અશોકગિરિ (કડી) ઉપ પ્રમૂખ શૈલેષગીરી, (વડોદરા) મહામંત્રી શ્રી હેમંતગિરિ (ખંભાત), જીતેન્દ્રગીરી (ટ્રસ્ટીશ્રી) દીપકપૂરી (સહમંત્રી બોડેલી) જિતુગીરી (ઉ.ગુ.પ્ર.પ્રમુખ) જશુગીરી (સંગઠન મંત્રી) જયદેવગીરી(યુ.પ્રમૂખ ઉ.ગુ)થાણાપતિ શ્રી કુંવરગીરીબાપુ (ભાવનગર), મહંતશ્રી હેતલગીરી માતાજી બોડેશ્વર આશ્રમ (કણકોટ) શાંતીગીરી (ઉખરલા) કૈલાસગીરી (રીટા.પી.આઈ. ભાવ) જયદેવગીરી પ્રમૂખ શ્રી દશનામ ગોસ્વામી સમાજ (અધેળાઈ મહંતશ્રી-ભાવનગર) શ્રી કે.બી.ગોસ્વામી સાહેબ (પાલીતાણા), શ્રી જગદીશગિરિ ડી.ગોસ્વામી,(છાત્રાલય પ્રમુખ -ભાવનગર), દિલેરદાતા શ્રી મુન્નાજતી(ત્રાપજ), શ્રી નરેન્દ્રગિરિ (પી.આઈ.), શ્રી હસુબાપુ પ્રમૂખ શ્રી ભાગવા ગૃપ (રાજકોટ) યુવા પ્રમુખશ્રી પ્રતાપગીરી (સોમનાથ), યુવા ઉપપ્રમુખ શ્રી અજયવન (રાજકોટ), શ્રી કાંતિગીરી (પ્રમૂખશ્રી તળાજા દશનામ ગોસ્વામી), શ્રી મહેશગિરી (પ્રમૂખ, મોટા ગોપનાથ દશનામ મંડળ પસવી), દીપકગીરી (તળાજા) શ્રીકિશનભારથી ગોસ્વામી (LIC) મહંતશ્રી જીજ્ઞેશપર્વત (મોખડકા- જિલ્લા પ્રમુખ) ગુણવંતપરીબાપૂ (લાઠિ) જયંતીતિગીરી (માનગઢ) કાળુંગીરી (લાખણકા) આશોકગીરી (ત્રંબક) શાંતીગીરી (ઉખરલા) વિજયપરી (રામપર) ગૌતમગીરી (પીંગળી) ચંદુગીરી (દેવળીયા) તેમજ અન્ય અનેક મહાનુભાવોએ આ કાર્યકર માં વિશેષ હાજરી આપેલ હતી. સમગ્ર ગુજરાતમાં દશનામ ગોસ્વામી સમાજ ના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી આ સંસ્થા/સંગઠન દ્વારા હવે જ્ઞાતિ હિત માટે ના વિવિધ ક્ષેત્રો, જેવા કે સામાજિક, શૈક્ષણિક, સંગઠન – સંકલન, ધાર્મિક કાર્યો ને લગતા જ્ઞાતિ હિત માટે ના વિવિધ કાર્યો કરવામાં આવશે તેવી રજૂઆત પોતાના વક્તવ્યમાં તમામ જ્ઞાની અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રમેશ ભારથી (જાળિયા) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંતમાં સૌરાષ્ટ્ર પ્રદેશ ના મંત્રી શૈલેષગિરિ (તળાજા) દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં જહેમત ઉઠાવનાર તેમજ ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અંતે સૌ બીલેશ્વર મહાદેવ દાદા ના પટાંગણમાં શ્રી અશોકગિરિજી તથા શ્રી બિલેશ્વર પરિવાર ની આતિથ્ય ભાવના સાથે સ્વરુચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ નું લાઈવ મીડિયા કવરેજ શ્રી અલ્પેશગિરિ ગોસ્વામી (માણસા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે આ સમગ્ર કાર્યક્રમમાં પહેલેથી છેલ્લે સુધી તમામ ગ્રાફિક, ડિઝાઈન અને પ્રિન્ટીંગ કામ શિવ ધારા ગ્રાફિકસ ના શ્રી અશોકભાઈ ગોસ્વામી એ ખૂબ જ જવાબદારી પૂર્વક કર્યું હતું. આ મીટિંગ માં સર્વાનુમતે શ્રીમતિ રશ્મિબેન મયંકગિરિ ગોસ્વામી ની મહિલા પાંખ ના પ્રતિનિધિ તરીકે પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ મીટિંગ ની ભવ્ય સફળતા માટે અધ્યક્ષ શ્રી મનસુખપરી બાપુ, ઉપાધ્યક્ષ શ્રી રાજેન્દ્રપૂરી બાપુ અને શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ, ગુજરાત ની સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ સાથે ટીમ સમાજ ઉપયોગી કાર્યો કરતી રહે તેવી શુભકામનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top