Headlines

મેડ્રિડ વર્લ્ડ કપ દરમિયાન મેક્સિકોના હજારો શિક્ષકોની હડતાળ અને આંદોલનની ચીમકી


ધ ગ્રેટ વર્લ્ડ, મેક્સિકો સિટી

મેક્સિકોમાં સરકારી શાળાના શિક્ષકો અને સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નેશનલ એજ્યુકેશન વર્કર્સ યુનિયનના આશરે ૩,૦૦૦ થી વધુ શિક્ષકોએ કૂચ કરીને શિક્ષણ મંત્રાલય ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ‘શિક્ષક દિવસ’ ના અવસરે એકત્રિત થયેલા આ શિક્ષકોએ સરકાર સમક્ષ તેમના વેતનમાં સારો એવો વધારો કરવાની તેમજ પેન્શનના કાયદાઓમાં સુધારો કરવાની આકરી માંગ કરી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર ઘર્ષણની સ્થિતિ સરજાયી હતી. આ દરમિયાન યુનિયનના નેતાઓએ જાહેરાત કરી છે કે જો જૂન મહિના સુધીમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન દેશવ્યાપી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પાડવામાં આવશે.
શિક્ષકોએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને તેના કર્મચારીઓની સ્થિતિ સુધારવા માટે ભંડોળ નથી, પરંતુ વર્લ્ડ કપના અબજો ડોલરના બિઝનેસ માટે સરકાર પાસે પૂરતા નાણાં છે. આ આંદોલન જો વર્લ્ડ કપ દરમિયાન થશે તો મેક્સિકોની આંતરરાષ્ટ્રીય છબી પર તેની નકારાત્મક અસર પડી શકે છે. સરકાર તરફથી વાટાઘાટો માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ શિક્ષકો આ વખતે આરપારની લડાઈના મૂડમાં દેખાઈ રહ્યા છે. આગામી સમયમાં જો આ વિવાદ નહીં ઉકેલાય તો માત્ર શિક્ષણ કાર્ય જ નહીં પરંતુ રમતગમતના આ વૈશ્વિક મહોત્સવ પર પણ સંકટના વાદળો ઘેરાઈ શકે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *