ભાવનગર વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નં. 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસના H-1 કોચ (એર-કન્ડિશન્ડ ફર્સ્ટ ક્લાસ)માં અમદાવાદથી જૂનાગઢ સુધી યાત્રા કરી રહ્યા હતા, 25 જાન્યુઆરી, 2025 (શનિવાર) ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે ભુલથી તેનો મોબાઇલ (આઇ-ફોન) ટ્રેનમાં છુટી […]
Month: January 2025
તત્ત્વભેદ : પ્રો.પ્રવીણ સલીયા : તમને તમને કક્કો આવડતો નથી! (ભાગ ૩)
આપણે ઉચ્ચાર સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે અનુનાસિક ધ્વનિઓના ઉચ્ચારણ સંબંધે પણ કેટલુંક વિચારીએ. ઙ, ઞ, ણ, ન અને મ અનુનાસિક વ્યંજનો છે. પાણિનિએ ‘માહેશ્વર’સૂત્રમાં સાતમાં ક્રમમાં અનુનાસિકોનો સમાવેશ કર્યો છે. આ વ્યંજનો પ્રથમ મુખમાંથી (‘મ’ સિવાયના) અને પછી નાકમાંથી બોલાય છે, એટલે અનુનાસિક કહેવાય છે.અનુનાસિક સિવાયના ક થી મ સુધીના વ્યંજનો આપણે બોલીએ […]
ખડસલિયામાં માધ્યમિક શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલીયામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી દિકરી દિવ્યા જે સો ટકા દિવ્યાંગ છે ,આંખોથી સો ટકા જોઈ શકતી નથી ,સો ટકા સાંભળી શકતી નથી અને માત્ર 50% સ્પર્શને સમજે છે એવી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં […]
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તારની વિચરતી વિમુક્ત જાતિની ગરીબ બહેનોને સુખડી વિતરણ
મૂકેશ પંડિત, બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા સ્લમ વિસ્તાર ના વિચરતી વિમુક્ત જાતિ ની ગરીબ સગર્ભા બહેનોને સુખડી વિતરણ પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવેલ. શશીકાંત ભાઈ દોશી મુંબઈ ની પ્રેરણાથી હંસાબેન જયંતિ ભાઈ મહેતા વાપી અને જમના બેન કાકુ ભાઈ રાયચુરા પરીવાર નવસારી ના સહયોગથી સંસ્થા દ્વારા ૩૦ બહેનો ને સુખડી વિતરણ […]
ભાવનગર જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શિક્ષણ મંત્રીના હસ્તે મણાર લોક શાળાના છાત્રો સન્માનિત
મૂકેશ પંડિત, ઇશ્વરીયા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારની ધોરણ 12ની ભાઈઓની એક ટીમ શિહોર મુકામે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પિરામિડ રજૂ કરેલ જે બદલ આપણા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે શાળાનાં કોચ વિપુલભાઈ સરવૈયાને હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માન કરેલ તેમજ બાકીના વિદ્યાર્થીઓએ વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ નારા બોલી રેલી સ્વરૂપે ભેગા થઈ સિનિયર […]
ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું
– નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કર્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫ દેશની એક વખતની સૌથી સફળ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રી સાથે આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકામાં દર્શન વ્યવસ્થા તેમજ સફાઈ વિગેરેની તેમણે […]
આખરે ખંભાળિયા નગરપાલિકાને લાગી લોટરી: જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીથી રૂ. 8.89 કરોડ ઉપજ્યા
– હોંશભેર જોડાયા ખરીદારો: પ્રથમ દુકાનના રૂ. 80 લાખ આવ્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫ ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12 દુકાનોની હરાજી આજરોજ બપોરે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. […]
દ્વારકામાં કેમ્પ એક્યુપ્રેશર યોજાયો: મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
– વિવિધ હઠીલા રોગોના દર્દીઓને મળી રાહત – કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫ દ્વારકાની જાણીતી સેવા સંસ્થા રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન તથા ખંભાળિયાની સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટથી ખાસ ઉપસ્થિત રહેલા ડો. મધુબેન જોષી દ્વારા વિવિધ રોગોના દર્દીને […]
ખંભાળિયાની શૈક્ષણિક સંસ્થાનું ગૌરવ: પૂર્વ વિદ્યાર્થી બન્યા મેડિકલ કોલેજના પ્રોફેસર
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫ ખંભાળિયાની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સેવા સંસ્થા શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના આચાર્ય બી.પી. સોનગરાના પુત્ર અને આ જ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા ડો. નિતીન સોનગરાએ તાજેતરમાં લેવામાં આવેલી જી.પી.એસ.સી.ની ક્લાસ વનની પરીક્ષા નોંધપાત્ર માર્કસ સાથે ઉતીર્ણ કરી અને સરકારી મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની […]
