ખંભાળિયાના ત્રણ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા રવિવારે હાથ વધારવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ…
