Saturday July 26, 2025

હર્ષદપુરમાં રિલાયન્સ દ્વારા નવા શાળા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો

– વિદ્યાર્થીઓને સુરક્ષિત અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ મળશે –  જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાંરૂપે અખાત્રીજના શુભ દિવસે ખંભાળિયાના હર્ષદપુર ખાતેના શ્રી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલના નવા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો. આ વિસ્તારના લોકોની રજૂઆત અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સના ડાયરેક્ટર […]

THE GREAT JOURNALIST ખંભાળિયાની જાનદાર જર્નાલિસ્ટ જાનવી સોનૈયાએ વધુ એક વખત વધાર્યું ભારત દેશનું ગૌરવ

– રશિયા ખાતે ‘બ્રિક્સ’માં યુવા પત્રકારો સાથે ખાસ કાર્યક્રમમાં આમંત્રિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫       ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારાવારા) તેમજ હીના સોનૈયાની સુપુત્રી જાનવી સોનૈયાએ પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા દાયકાથી કાર્યરત રહી, અને વૈશ્વિક મંચોએ ઓળખ મેળવી છે. જાનવી સોનૈયાને હવે સિનિયર પત્રકાર તરીકે રશિયન […]

ખંભાળિયાની પરિણીત મહિલા લાપતા બનતા શોધખોળ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૫            ખંભાળિયામાં જૂની કોર્ટ પાછળ આવેલા રાવલ પાડા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મુનેશભાઈ ભીખુભાઈ મપારા નામના યુવાનની 43 વર્ષની પત્ની જયશ્રીબેન ગત તારીખ 11 એપ્રિલના રોજ પોતાના ઘરેથી કામે જવાનું કહી અને લાપતા બનતા આ અંગે સ્થાને પોલીસને જાણ કરવામાં આવી છે. જે અંગે પોલીસે […]

‘સ્વચ્છ ભારત મિશન’ પર પ્રેમ કંડોલિયા પીએચડી થયા

મૂકેશ પંડિત ભાવનગર તા. ૩૦/૦૪/૨૦૨૫ જીવદયા અને પર્યાવરણ બચાવ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા પ્રેરણા ફાઉન્ડેશનના સીઈઓ પ્રેમ કંડોલિયા ડોક્ટર બની ગયા છે. તેઓ એ ‘ભારતમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વચ્છ ભારત મિશન : અસરકારકતા અને નીતિ માળખાનું વિશ્લેષણ’ વિષય પર પીએચડીની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે. સીવીએમ યુનિવર્સીટી વલ્લભ વિદ્યાનગરથી ગાઈડ પ્રો. ડો. અર્ણવ અંજારીયાના […]

ખંભાળિયાના સેવાભાવી યુવા કાર્યકર ભાર્ગવ શુકલનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા.૩૦- ૦૪-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા       ખંભાળિયાના સક્રિય અને સેવાકીય પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર રહેતા ભાર્ગવભાઈ મુકેશચંદ્ર શુક્લનો આજે 31 મો જન્મદિવસ છે. ભાર્ગવ શુકલ ખંભાળિયા પીજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે તેઓ હંમેશા સમાજ સેવાના કાર્યો માટે અગ્રેસર રહે છે. કોઈપણ જાતની ખોટી પ્રસિદ્ધિ વગર દર મહિને તેઓ જરૂરિયાતમંદ પરિવારોને અનાજ […]

દ્વારકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના રૂ. 14.74 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ

– અદ્યતન બિલ્ડિંગમાં અનેકવિધ સુવિધાઓ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫      દ્વારકાના રૂ. 14.75 કરોડના ખર્ચે નવનિર્મિત બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ દ્વારકા ખાતે શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે કરવામાં આવ્યું હતું.       આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજના આધુનિક તથા ઝડપી યુગમાં સ્કિલ મુજબ […]

રૂપમોરાના ભગીરથ યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘર અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫         હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માત્ર પાણીના અભાવે ડી-હાઇડ્રેશનના કારણે કેટલાય પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે અને પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના શ્રી ભગીરથ યુવા ગ્રુપના યુવાનો દ્વારા આ અબોલ જીવોની મદદ અર્થે આગળ આવી અને રૂપામોરા ગામની […]

સફેદ ડુંગળીમાં સરકાર ખેડૂતોને માટે સહાય પેકેજ જાહેર કરે: આપ દ્વારા રજૂઆત

– ટેકાના ભાવે ચણાની ખરીદી ઓછામાં ઓછી 200 મણ કરવા માંગ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને ચણાની ટેકાના ભાવે ખરીદી, સફેદ ડુંગળીમાં સહાય તેમજ સિંચાઈના પાણી સહિતના મુદ્દે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતી વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.         […]

પહેલગામ આતંકવાદી હુમલાને વખોડતા ખંભાળિયા સુન્ની મુસ્લિમ જમાત: કડક પગલાની માંગ

– જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા છે. આટલું જ નહીં, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. આ ઘાતકી કૃત્યને ખંભાળિયાના સમસ્ત સુની મુસ્લિમ જમાતના લોકોએ સખત શબ્દોમાં વખોડીને વિરોધ કર્યો છે.  […]

Back to Top