ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ
જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫ ખંભાળિયામાં લાયન્સ ક્લબના ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે યોજાતા કેમ્પમાં આગામી રવિવાર તા. 2 નવેમ્બરના રોજ અહીંના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપનો કેમ્પ યોજવામાં આવ્યો છે. સવારે 9 થી 11 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા વિસ્તારના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. …
