Headlines

સલાયાના યુવાનને મારી નાખવાની ધમકી


જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫

       ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈરફાનભાઈ ગનીભાઈ કેર નામના 30 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાબતે ખાર રાખીને સલાયામાં રહેતા અદ્રેમાન અબ્દુલ મોદી નામના શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. 

____________________________________________________________________________

ભીમરાણામાં વિદેશી દારૂ ઝડપાયો: આરોપી ફરાર

       ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ઋષિરાજસિંહ કાળુભા વાઢેર નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. 41,600 ની કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 32 બોટલ કબજે કરી હતી. આ દરોડા દરમિયાન આરોપી શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગે મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

____________________________________________________________________________

દ્વારકામાં બે જુગારીઓ ઝડપાયા

        દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે જશરાજભા કરસનભા ગાદ અને ભાવેશભા નથુભા સુમણીયા નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *