
જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આવેલા એક પ્રખ્યાત મંદિરમાં થોડા સમય પૂર્વે ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાધલા ગામે રહેતા નાથા હીરા સાગઠીયા (ઉ.વ. 37) નું નામ ખુલવા પામ્યું હતું. લાલશાહીથી દર્શાવવામાં આવેલા નાસતા ફરતા ઉપરોક્ત આરોપી સંદર્ભે ભાણવડના પી.આઈ. કે.બી. રાજવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઇ ખાટલીયાને મળેલી બાતમીના આધારે ઉપરોક્ત નાથા સાગઠીયાને ઝડપી લેવામાં આવ્યો હતો.
ઝડપાયેલો આ શખ્સ જામનગર વિસ્તારમાં પણ એક ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ જાહેર થયું છે. જે અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
