જન્મદિન શુભેચ્છા : પત્રકાર, વરિષ્ઠ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ : “ધ ગ્રેટ વર્લ્ડ” તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી

પત્રકાર, વરિષ્ઠ નેતા અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવીનો આજે જન્મદિવસ : ધ ગ્રેટ વર્લ્ડ તરફથી પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગુજરાતના લોકોની આશા અને યુવાનોની પ્રેરણા સમાન ઈસુદાનભાઈ ગઢવીનો આજે જન્મદિવસ છે. ત્યારે ગુજરાતભર માંથી તેમના ચાહકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. એક પત્રકાર પણ હોવાને ના તે “ધ ગ્રેટ વર્લ્ડ” તરફથી પણ ઈશુદાન ગઢવી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

       આજે 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના લોકપ્રિય પત્રકાર, ઉમદા વ્યક્તિત્વ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, અને પ્રાર્થના ફાઉન્ડેશન ના સંસ્થાપક શ્રી ઇસુદાન ગઢવીનો જન્મદિવસ છે. ઈસુદાન ગઢવીએ પત્રકારત્વના ક્ષેત્રમાં ધન-વૈભવ, માન-સન્માન અને આરામદાયક જીવન છોડીને ગુજરાતના ખેડૂતો, વેપારીઓ, શોષિતો અને વંચિતોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજનીતિના મેદાનમાં પ્રવેશ કર્યો. તેમણે સત્તાની સામે બુલંદ અવાજ ઉઠાવીને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી નામનો એક નવો, પારદર્શક અને જન-કેન્દ્રિત વિકલ્પ આપ્યો.

એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં ઉચ્ચ અભ્યાસ કરેલા ઈસુદાનભાઈ ગઢવી આજે કરોડો લોકોની આશા, વિશ્વાસ અને યુવાનોની પ્રેરણા બની ગયા છે. તેમની નિષ્ઠા, સમર્પણ અને નિડરતા ગુજરાતના પરિવર્તનનું પ્રતીક છે.

    માં સરસ્વતીના સંતાન તરીકે તેઓ હંમેશા સૌને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે, તેમના કાર્યોમાં વધુ ઊર્જા અને શક્તિ મળે અને રાજકીય સામાજિક ઉજ્વળ કારકિર્દી બને તેવી કામનાઓ કરવામાં આવી હતી.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *