Headlines

રેવા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા, રેવાના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ સમ્પન્ન

મૂકેશ પંડીત, રેવા

રેવા પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા, રેવા ના સંયુક્ત ઉપક્રમે તારીખ 26/01/2026 ના રોજ સાંજે 8 કલાકે આયોજિત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સફળ રહ્યો.

પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિધાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક સુંદર કૃતિઓ તૈયાર કરીને મંત્રમુગ્ધ કરી દીધા અને અનેક વેશભૂષા, નાટક, ગરબા, ડાન્સ, એકપાત્રિય અભિનય, સ્પીચ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી

શાળા માં સહકારરૂપ થતા ગ્રામજનો, સમિતિ નું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કર્યું હતું

કાર્યક્રમ નું સંચાલન આશિષકુમાર વ્યાસ દ્વારા અને આભારવિધિ ધ્રુવભાઈ દાણીધારિયા દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચશ્રી, SMC, SMDC, રેવા ગ્રામ વિકાસ સમિતિ, પંચાયત કમિટીના આગેવાનો, ગામના વડીલો, વાલીશ્રી, ગ્રામજનો તેમજ તમામ સહયોગ આપનાર ભાઈ-બહેનનો શાળાની તરફથી હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *