Headlines

ભાવનગરની ચિત્રા જીઆઇડીસી માં  ટાયર્સના ગોડાઉન-ફરસાણની ફેક્ટરીમાં ભીષણ આગ

વિપુલ હિરાણી દ્વારા 

 ભાવનગર તા.૨૧

ભાવનગરના ઔદ્યોગિક વિસ્તાર ચિત્રા જીઆઈડીસીના ફરસાણના ગોડાઉનમાં  આગ લગતા અને ઘડીભરમાં વિકરાળ રૂપ ધારણ કરતા બાજુમાં જ આવેલ ટાયરના -ગોડાઉનમાં આગ પ્રસરી હતી આથી આગ બેકાબુ બની ગઈ હતી. ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ત્રણેય ઝોનની ટિમ કામે લાગી ત્યારે કલાકોની ભારે જહેમત અને બે લાખ લીટર કરતા પણ વધુ પાણીનો છંટકાવ કરી કાબુ મેળવ્યો હતો.

આગ ના આ બનાવ પ્રાપ્ત થતી માહિતી મુજબ  ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આજે સવારે  અમૃત બેકરીની બાજુમાં આવેલ ફરસાણના ગોડાઉનમાં આગ લાગી હતી આથી નજીક પડતી પશ્ચિમ ઝોનલની ફાયર બ્રિગેડની  ટીમ દોડી ગઈ હતી. ફાયરની ટીમ સ્થળ પાર પહોંચી ત્યાં સુધીમાં  આગ વિકરાળ બની ગઈ હતી. સૌ પ્રથમ લક્ષ્મી ફરસાણના ગોડાઉન માં  આગ લાગી હતી અને તેને અડીને એક જ સંકુલમાં પાર્ટીશન કરીએ ટાયરનું ગોડાઉન બનાવેલું છે. તેમાં આગ પ્રસરતા  આગ ભીષણ બની હતી.જે.કે. ટાયર્સના ગોડાઉનમાં ટાયરોનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા,

ટાયરના કારણે આગ કાબુમાં લેવી મુશ્કેલ બની રહી હતી આથી ફાયર બ્રિગેડની પૂર્વ અને માધ્ય ઝોનની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડના તમામ કાફલાને સ્થળ પાર પહોંચવા સૂચના અપાઈ

હતી. એક પછી એક મારતી ગાડીએ ૧૧ ફાયર ફાયટર અને ૭૦ જેટલા કર્મચારીઓ બનાવ સ્થળે દોડી ગયેલ. ફાયર બ્રિગેડના સ્ટાફની ચાર કલાક ની જહેમત બાદ પછી આગ પાર કાબુ મેળવી શકાયો હતો. લગભગ સવા બે લાખ લીટર કરતા પણ વધુ પાણીનો છંટકાવ કરવો પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ મોટાપાયે આર્થિક નુકસાન થવા પામ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *