Headlines

ખંભાળિયાના સતવારા વાડ ખાતે હોળી પર્વે પરંપરાગત ફાગનો કાર્યક્રમ યોજાયો

– મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો –

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬

     ખંભાળિયામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સતવારા જ્ઞાતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સતવારા વાડ ખાતે હોળીકા દહન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોળીકા તેમજ પ્રહલાદ એમ બંનેના પૂતળા રાખવામાં આવ્યા હતા. ગતરાત્રે 11:30 વાગ્યા બાદ હોલીકાનું દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પરંપરા મુજબ રાત્રે ફાગનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે ફાગ વર્ષે એક જ વખત અહીંના સતવારા વાડ ખાતે બોલાય છે.

     આ પરંપરા મુજબ આ ફાગ સાંભળવા માટે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો આ સ્થળે આવે છે. આકર્ષક રોશનીસભર આ આયોજન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું. જે માટે કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *