Headlines

કાળઝાળ ગરમીમાં દ્વારકાની 139 વર્ષ જૂની ગૌશાળામાં શીતળતાનો મહાકુંભ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬

હાલ આભમાંથી સૂર્યનારાયણ અગનગોળા ફેંકી રહ્યા છે અને માણસ પણ છાંયો શોધી રહ્યો છે, ત્યારે દ્વારકામાં જગત મંદિરની છાયામાં આવેલી 139 વર્ષ જૂની ઐતિહાસિક ગૌશાળામાં માનવતાનો એક અનોખો પર્વ ખીલી ઉઠ્યો હતો. દ્વારકા શહેર ભાજપ મહામંત્રી રવિભાઈ બારાઈએ રાજનીતિના પગરખાં બહાર ઉતારી, ગૌશાળામાં ગૌ-ભક્ત તરીકે પ્રવેશ કરી ગૌમાતાના આત્માને ઠંડક પહોંચાડી છે.

સામાન્ય રીતે યાત્રિકો લાડુ કે ઘાસચારો આપતા હોય છે, પરંતુ રવિભાઈએ ઉનાળાની આકરી લૂને ધ્યાને રાખી ગૌવંશ માટે લાલચટક અને ઠંડા તરબૂચની મિજબાની પીરસી. ગૌશાળાના ખૂણે-ખૂણે જ્યારે આ શીતળ પ્રસાદ વહેંચાયો, ત્યારે મૂંગા જીવોના ચહેરા પરની તૃપ્તિ જોનારાઓના દિલ જીતી ગઈ.

રવિભાઈએ માત્ર દાન આપીને સંતોષ ન માન્યો, પણ ગૌ-વાછરડાઓને પોતાના સંતાનની જેમ વ્હાલ કરી સાચી ગૌ-સેવા એ જ કૃષ્ણ સેવાનો મંત્ર સાર્થક કર્યો હતો. 139 વર્ષ જૂની આ સંસ્થામાં સેવાનો આવો અલગ અંદાજ દ્વારકાવાસીઓમાં આવકારદાયક બન્યો છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *