પહેલી ધારની વાત – નારન બારૈયા
વેશ્યાઓ, મુજરો કરનારી બાઈઓ અને આજના ગુજરાતના કહેવાતા લોકસાહિત્યકારો વચ્ચેની ભેદરેખાઓ હવે ભૂંસાતી જાય છે. જે રીતે ચોક્કસ કલાકો માટે ખરીદાયેલી વેશ્યા તેને ખરીદનાર પ્રેમી ને પૂરતી સર્વિસ આપે છે અથવા તો મુજરો કરનારી બાય જે રીતે મુજરાના આયોજકોને પૂરતો સંતોષ પોતાના ગીતડાઓ અને હડપલાઓ દ્વારા આપે છે એ જ રીતે કેટલાક કહેવાતા એટલે કે માત્ર કહેવાતા લોકસાહિત્યકારો તેની સામેના ઓડિયન્સ ની સંખ્યા અને આયોજકોને ધ્યાનમાં રાખીને મુજરાત્મક વાણી વહાવે છે. સામે ફલાણી ફલાણી જ્ઞાતિ બેઠી છે અને આયોજકો પણ એ જ છે તો તેઓ ફલાણી જ્ઞાતિ ને એટલી બધી ચણાના ઝાડે ચડાવશે અને વખાણી વખાણીને વાડી નાખશે કે એ જ્ઞાતિ ને એમ થઈ જાય છે કે વિશ્વમાં જે કંઈ છે તે અમે જ છીએ. ગામને પાનો ચડાવવા માટે આ લોકોને કોઈ જાતનો પાનો ચઢાવવો પડતો નથી. આ કહેવાતા લોકસાહિત્યકારો નાચનારીના સ્થાને આવી જાય છે અને આયોજકો નચાવનારાના સ્થાને આવી જાય છે. તાજેતરમાં જેનો વિવાદ હજી પણ ક્ષમ્યો/શમ્યો નથી એવા માયા આહિરે આનું એક જોરદાર ઉદાહરણ પૂરું પાડ્યું.
તમે હાસ્યકારની ઓળખ લઈને તે કટાક્ષ કારની પાઘડી પહેરીને ફરતા હો તો આ કિતાબ કઈ નાનો નથી. પણ એ જવાબદારી વિનાનો પણ નથી. તમારી સામે ઓડિયન્સ તરીકે સરકાર કે સરકારના માણસો હોય તો તમારે મુજરો કરનારી બાઈની માફક સરકારના વખાણ કરવાના હોતા નથી. તમારી સામે ઓડિયન્સ તરીકે પોલીસ હોય તો તમારે પોલીસના વખાણ કરીને એને ચણાના ઝાડે ચડાવવાના નથી. અસલી હાસ્યકાર અને કટાક્ષકારો ની પહેલી ફરજ એ છે કે સામે જે ઓડિયન્સ છે એના ઉપર જ કટાક્ષ કરે. માયા આહીરે સુરત બાજુના એક કાર્યક્રમમાં પોલીસના ઓડિયન્સ વાળા એક કાર્યક્રમમાં પોલીસ ઉપર કોઈ હાસ્ય કે કટાક્ષ રજૂ કરવાને બદલે સામાન્ય લોકોને અડફેટે લીધા અને કહી દીધું કે હવે રેશન શોપ નું ખાનારા પણ વિડીયો લઈને ફરે છે અને પોલીસ સહિતના સરકારી અધિકારીઓને કહે છે કે અમારો પગાર તમે ખાવ છો. લોકો આ રીતે જાગૃત બન્યા છે તેની પ્રશંસા થવી જોઈએ એના બદલે માયા આહીર એ લોકો ઉપર જ કટાક્ષ ધરબી દીધો કે ટેક્સ પણ તમારો બાપ ભરે છે? – અહીંથી વિવાદ શરૂ થયો અને હજી પણ ચાલુ છે.
અને સંશોધન કરનારાઓએ ત્યાં સુધી સંશોધન કર્યું કે માયા આહીરના બાપા જ રેશન શોપનું ખાતા હતા. સંશોધન કરનારાઓએ ત્યાં સુધી સંશોધન કર્યું છે કે માયા આહીર પોતે પણ ટેક્સ ચોરી કરે છે. સંશોધન કરનારાઓએ ત્યાં સુધી સંશોધન કર્યું છે કે માયા આહીરને લોકો જે લાખો રૂપિયા કાર્યક્રમ માટે ચૂકવે છે તે પણ લોકોના ટેક્સમાંથી જ ચૂકવાય છે. આ બધું સાબિત કરતી જાત જાતની દલીલો થઇ. સોશિયલ મીડિયા ઉપર આવી ગઈ. સવાલ એ પણ ઉઠ્યો કે માયા આહિરે જ્યાં પોલીસનું ઓડિયન્સ ભરચક હતું એવા ડાયરામાં પોલીસ ઉપર કટાક્ષો કેમ ન કર્યા? ગુજરાતમાં ચાલી રહેલી દારૂની રેલમ છેલ ઉપર કટાક્ષો કેમ ન થયા? લોકીન લોકોની ફરિયાદો લેવા માટે પોલીસ લોકોને લબડાવે ટટળાવે છે એની વાત કેમ ન કરી?
પણ હવે શું? કેટલાક લોકો એવા સ્ટેટમેન્ટ સુધી પહોંચ્યા છે કે આવનારા વર્ષોમાં એટલે કે લગભગ 2030 સુધીમાં આવા પ્રકારના માયાવી લોક ડાયરાઓ બંધ થઈ જશે. લોકો જાગશે.
એક રીતે જુઓ તો આ વાતમાં કંઈ ખોટું નથી. આપણા કહેવાતા લોકસાહિત્યકારો હકીકતમાં નથી તો સાહિત્યકારો કે નથી તો ઇતિહાસકારો. માયા આહીર જેવા મોટાભાગના અભણ ટાઈપના લોકો છે. મોટાભાગના લોકસાહિત્યકારો ફાંકા ફોજદારી ટાઈપની વાતો કરે છે અને લોકોના મનને બહેલાવે છે. સાહિત્ય અને સંસ્કૃતિના નામે ઇતિહાસ અને લોક કથાઓ ના નામે મોટા મોટા બણગાવો અને મોટા મોટા ગોળાઓ લોકોના કામ ઉપર ઝીંક્યે રાખે છે. ઇતિહાસના મૂળભૂત કથાનકો સાથે મોટી મોટી છેડછાડ કરે છે. ઐતિહાસિક અને ધાર્મિક કથાનકોને વિસ્તૃત બનાવીને પણ રજૂ કરે છે કે જે માત્ર લોકોને મજા આવે એવું હોય છે. આનાથી લોકો સત્ય થી દુર જાય છે. રામાયણથી લઈને મહાભારત સુધી અને લોક કથાઓથી લઈને ઐતિહાસિક કથાઓ સુધીના કથાનકોને તોડી મરોડીને ફક્ત લોકોને મજા આવે એ રીતે રજૂ કરે છે. કેટલાક લોકો સાહિત્યકારો તો અમુક કથા એવી રીતે કહે છે જાણે તેમણે પોતે જ નજરે જોઈ હોય. અત્યંત વિકૃત મગજના સાહિત્યકારો છે આ બધા. સાહિત્યની સેવા નથી કરતા, પોતાના ખિસ્સાની સેવા કરે છે.
અનેક સાહિત્યકારોએ જેસલ તોરલ, શેણી વિજાનંદ, અનેક અનેક સંતો અનેક અનેક રાજા મહારાજાઓ વિશે જાતજાતના ગપગોળા વાળી વાતો ક્રિએટ કરી છે. લોકોને સ્ટેજ ઉપરથી ખડખડાટ હસાવનાર સાહિત્યકાર બીજાના જોક્સ ચોરી ચોરી ને રજૂ કરે છે પોતાના નામે. લોકોને આની ખબર જ નથી. પણ હવે લોકો જાગૃત થતા જાય છે. અમસ્તુઈ આવા પ્રકારના ડાયરાઓમાં એ ગ્રેડ ઓડિયન્સ એટલે કે બૌદ્ધિક વર્ગ હોતો નથી. ફક્ત સામાન્ય લોકોને જ આવા કહેવાતા હાસ્ય સાહિત્યકારો ડોલાવી શકે છે. અને હવે તો સામાન્ય ઓડિયન્સ પણ અસામાન્ય બની રહ્યું છે. આવા લોક સાહિત્યકારોનો ધ એન્ડ થવો જ જોઈએ. માયા આહીર ના અભણ જેવા કલાકારો જનતાને દૂ બનાવી રહ્યા છે. જે રીતે મોરારીદાસ હરીયાણી જેવા કથા કલાકારોએ કથાને મનોરંજન નું સાધન બનાવી દીધું એ રીતે માયા આહીર જેવા કલાકારોએ કલાને મુજરાનું સ્થાન બનાવી દીધું છે. કટાક્ષ કારને ટીકા કરવાનો અધિકાર જ છે તે ગમે ત્યાં કરી શકે પણ સામાન્ય જનતા ઉપર ખોટો કટાક્ષ તો ન જ કરી શકાય. ડાયરો કરાવનાર એટલે કે આયોજકોના વખાણ કરો તો તમે પેલી મુજરાવાળી બાઈથી કમ નથી. આ એક ભાટાઇ છે. ભાટાઈ એ ભડવાઈથી નજીકનો શબ્દ છે. પહેલાના રાજાઓ આવી ભાટાઇ કરનારાઓને બોલાવી બોલાવીને ડાયરાઓ કરાવતા. રાજા મહારાજાઓ, જમીનદારો, અને શેઠિયાઓના વખાણ કરી કરીને કલાકારો એ લોકો પાસેથી ભેટ સોગાદો મેળવતા. અસલમાં તો એ સમયમાં પણ આ એક વેશ્યાવૃત્તિ હતી. આ વેશ્યાવૃત્તિ હવે લોકશાહીના સમયમાં જુદા પ્રકારનો અલ્ટ્રા આધુનિક રૂપ ધારણ કરી બેઠી છે. ઘણા કલાકારો સારા છે અને સાચા અર્થમાં સંસ્કૃતિને જીવંત રાખે છે પરંતુ માયા આહીર ટાઈપના વિકૃત કલાકારોની અત્યારે ગુજરાતના સ્ટેજ ઉપર બહુમતી છે.
