જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬
ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન હતો. જેથી ફરજ પરના ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી, ટ્રાફિક પોલીસ દ્વારા ટેકનિકલ મદદ લઈ, સંપર્ક નંબરના આધારે આ પાકીટ જામનગરના રહીશ દિવ્યરાજસિંહ મહિપતસિંહ જાડેજાનું હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી આ પાકીટના મૂળ માલિક દિવ્યરાજસિંહ જાડેજાને બોલાવી, ખરાઈ કરી તેઓને પાકીટ સોંપવામાં આવ્યું હતું. આ પાકીટ પરત મેળવીને તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી, ઈક્કો ચાલક નિલેશભાઈની ઈમાનદારીની પ્રશંસા કરી, પોલીસ તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
