જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬
ખંભાળિયામાં સલાયા ગેઈટ ખાતે આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળામાં વિના મૂલ્યે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આવતીકાલે રવિવાર તા. 19 ના રોજ અક્ષય તૃતીય અને શ્રી પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે અહીં છાશનો લાભ મેળવતા કાર્ડ ધારક પરિવારોને છાશ સાથે શ્રીખંડનું પણ વિતરણ કરવામાં આવશે.
આ માટે શ્રીખંડના દાતા શ્રીમતી દીપીકાબેન ચંદ્રકાંતભાઈ વૃંદાવનદાસ બરછા (મુંબઈવાળા) રહેશે. આ સેવા પ્રવૃત્તિ ગરીબ તેમજ સામાન્ય વર્ગના લાભાર્થીઓમાં ખૂબ જ આવકારદાયક બની રહી છે.




