Headlines

ખંભાળિયાના બેરાજા ગામે સોમવારે ધર્મોત્સ વ: જલારામ મંદિરે મોદી પરિવારનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬

ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે આવેલા જલારામ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 એપ્રિલના રોજ હવન મોદી – માવાણી પરિવાર દ્વારા હવન તથા પછેડી બદલવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોદી – માવાણી પરિવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીના મેળા તથા સમૂહ નિવેદના આ આયોજનમાં સોમવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે 1 વાગ્યે બીડુ હોમાયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સર્વે મોદી-માવાણી પરિવારજનોને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *