Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના ત્રણ આગ ેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ ક રાયા

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો, કાર્યકરો દ્વારા પક્ષાંતર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વચ્ચે જિલ્લાના ત્રણ આગેવાનો, કાર્યકરોને ભાજપ દ્વારા અન્ય પક્ષની તરફેણમાં કાર્યવાહી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબા વાઢેરના પતિદેવ બહાદુરસિંહ હરીસિંહ વાઢેર કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વાડીનાર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકેની દાવેદારી નોંધાવી છે તેમને તથા તેમના ટેકામાં રહેલા નરેન્દ્રસિંહ સુજુભા જાડેજા તેમજ ભાટિયા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધાવવા બદલ જેતુબેન વિઠ્ઠલભાઈ સોનગરાના પતિદેવ વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સોનગરાને ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્ય પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *