જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬
ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી હવે દિવસે-દિવસે વધુ વખતે ઉતેજના સભર બની રહી છે. ત્યારે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાને ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા સંયોજક એટલેકે ચૂંટણી ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ખંભાળિયા નજીક નગરપાલિકાના સંયોજક તરીકે અનિલભાઈ તન્ના અને સહસંયોજક તરીકે પિયુષભાઈ કણજારીયાની જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી પ્રભારી પુનિતભાઈ શર્માની ઉપસ્થિતિમાં ધારાસભ્ય મુળુભાઈ બેરાએ કરી હતી. જેને સૌ કોઈએ આવકારી અને અભિનંદન આપ્યા હતા.


