કુંજન રાડીયા, જામ ખંભાળિયા
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પાણીના પરબ ખુલ્લા મુકવામાં આવ્યા છે. સંસ્થાના જલધારા પ્રોજેક્ટ અન્વયે રેડક્રોસ સંસ્થાના સ્ટેટ બ્રાન્ચ ચેરમેન અજયભાઈ પટેલના સહયોગથી અહીંના ટ્રાફિકથી ધમધમતા એવા પોસ્ટ ઓફિસ રોડ બંધન બેન્ક પાસે તેમજ બેઠક રોડ શ્રીરામ પેંડા વાળાની પાસે શરૂ કરવામાં આવેલા આ ઠંડા પાણીના પરબના લોકાર્પણ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રઘુવંશી અગ્રણી ભરતભાઈ મોટાણી, આંબલીયાભાઈ વિગેરેના હસ્તે આ પાણીના પરબ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
આ લોકાર્પણ પ્રસંગે રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયાએ જલધારા પ્રોજેક્ટ બાબતે માહિતી આપી હતી. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે સંસ્થાના ઉપપ્રમુખ યોગેશભાઈ મોટાણી, શૈલેષભાઈ કાનાણી, મિલનભાઈ સાયાણી, મૌલિકભાઈ વાયા, શ્રેયસભાઈ મજીઠીયા, કરણભાઈ પંચમતીયા, સંજયભાઈ બરછા, સુંદરજીભાઈ સુરેલીયા, ભરતભાઈ છગ, અખિલેશભાઈ મોદી, પંકજભાઈ પંડ્યા તેમજ સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
આ માટે બંધન બેન્કના મેનેજર કમલભાઈ કણઝારીયા અને બેઠક રોડ ઉપર શ્રીરામ ગ્રુપવાળા ભરતભાઈ મોટાણીનો સહકાર સાંપળ્યો હતો. કાર્યક્રમના અંતે સેક્રેટરી શૈલેષભાઈ કાનાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખંભાળિયામાં રેડ ક્રોસ સંસ્થા દ્વારા ઠંડા પાણીના પરબ શરૂ કરાયા:જલધારા પ્રોજેક્ટ હેઠળ સ ંસ્થાની સેવા પ્રવૃત્તિ
