વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨
ભાવનગર માં વેકેશન ની સિઝન માં બાળકો માં ધૂમ મચાવનાર બાળ આનંદ મેળો શહેર ના જવાહર મેદાન, ખાતે શરૂ થયો છે,આ ભવ્ય બાળ આનંદ મેળો જંગલ સફારી, બીચ બર્ડ હાઉસ અને જલપરી ના આકર્ષણ સાથે શહેર માં ધૂમ મચાવશે જેની સાથે જન સેવા નું કાર્ય પણ મેળા આયોજક દ્વારા કરવા માં આવેલ છે. આ મેળા માં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી – ભાવનગર દ્વારા જવાહર મેદાન, ભાવનગર ખાતે દરરોજ સાંજે ૫ થી રાત્રે ૧૧ દરમ્યાન જનસેવા ના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાશે સાથે ચક્ષુદાન – દેહદાન -અંગદાન સંકલ્પ પત્ર ભરવા માટે વ્યવસ્થા કરવા માં આવી છે તેમજ રેડક્રોસ ની વિવિધ સેવા ની માહિતી પણ આપવા માં આવશે. બાળ આનંદ મેળા સ્થળે અને રેડક્રોસ બ્લડબેંક, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે કોઈપણ દિવસે જઈને રક્તદાન કરનાર વ્યક્તિને મેળા ના ત્રણ (૩) વ્યક્તિ માટે પ્રવેશ પાસ વિનામૂલ્યે આપવામાં આવશે તથા સન્માનપત્ર અને ભેટ આપી સન્માન પણ કરવામાં આવશે. હાલ માં મોંઘવારી ના સમય માં જનસેવા સાથે બાળકો ને પરિવાર ના સભ્ય સાથે વિના મૂલ્યે મેળા માં પ્રવેશ ની સેવા થી મેળા ના આયોજક અરવિંદભાઈ સોની, આશિષભાઈ સોની અને રેડક્રોસ સોસાયટી ની સમગ્ર ટિમ દ્વારા સુંદર આયોજન કરવા માં આવેલ છે. લોકો માં જનજાગૃતિ સાથે માનવસેવા ના આ ઉપક્રમ થી જરૂરીયાતમંદ દર્દીઓ અને થેલેસીમિયા રોગ થી પીડિત 110 થી વધુ બાળકો ને નિયમિત રીતે સામે જમા લીધા વગર રક્ત પૂરું પાડવા ની રેડક્રોસ બ્લડ બેન્ક ની સેવા ને સહયોગ મળશે.
