અનુસૂચિત જાતિના યુવકની જાતિ જાણવા છતાં આરોપીએ કાર ઘસી દીધી, એટ્રોસિટી એક્ટ સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાય
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદરમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશનથી પૂર્વે એક કિ.મી. દૂર, હરીશ ટોકીઝ પાસે આવેલ દીપ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે ૫ વાગ્યાના સુમારે એક ચોંકાવનારી ઘટના બની હતી. આંબેડકર ચોક, મોઢવાડા ગામ, તાલુકો-જિલ્લો પોરબંદરના વતની અને અનુસૂચિત જાતિના વિશાલ દેવાભાઈ પાંડાવદરા (ઉ.વ.૨૪) ની પત્ની નીતા અઢાર દિવસ પૂર્વે રાજકોટ નિવાસી દેવીપૂજક સમાજના રવિ રાઠોડ સાથે ભાગી ગઈ હતી. આ બાબતે બંને વચ્ચે અગાઉ બોલાચાલી પણ થઈ હતી. ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં આરોપી રવિ રાઠોડે મનદુઃખ અને પ્રતિશોધની ભાવનાથી પોતાની સફેદ રંગની ફોર વ્હીલર કાર તીવ્ર ઝડપે ચલાવી ફરિયાદી વિશાલ પાંડાવદરાને મારી નાખવાના ઈરાદે તેમની ઉપર કાર ઘસી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનો તા.૦૮/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨/૩૦ વાગ્યે કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૯(૧) તથા અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) કલમ ૩(૨)(૫) મુજબ નોંધવામાં આવ્યો છે. ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર સી.કે. કાત્રિયા દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. SC/ST સેલ, પોરબંદરના નાયબ પોલીસ અધિક્ષક ડી.સી. સુતરિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
