Headlines

લાંબી બીમારીથી કંટાળી વૃદ્ધ મહિલાએ ઝેરી દવા પીધી, સારવાર હેઠળ



ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

હાબર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના કુછડી વાડી વિસ્તાર, તાલુકો-જિલ્લો પોરબંદરના વતની સુમરીબેન વા/ઓ નાથાભાઈ વજેભાઈ કુછડિયા (ઉ.વ.૭૩)એ તા.૦૮/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ૧/૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે મગજની લાંબી બીમારીથી કંટાળી ઘરમાં પડેલ ખેતરમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી બે ઘૂંટડા પી લીધા હતા. તેમને તાત્કાલિક પોરબંદરની ક્રિટિકલ કેર યુનિટ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે હાબર મરીન પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધ નં. ૦૭/૨૦૨૬ દાખલ કરી ASI બી.ડી. વાઘેલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એન.એલ. સાંગા દ્વારા ડી.ડી. લેવામાં આવ્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *