Headlines

એસિડ પીને જીવન ટૂંકાવ્યું, કડછ ગામે યુવતીનું કરુણ મોત



ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કડછ ગામે એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. મીતી ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢના વતની ભોજાભાઈ ઓડેદરાના પત્ની દેવીબેન ઓડેદરા (ઉ.વ.૩૨) પોતાના માવતર કડછ ગામે આવેલ હતા, ત્યાં કોઈ અજ્ઞાત કારણોસર એસિડ પી લેતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. માધવપુર પોલીસ સ્ટેશન ખાતે BNSS કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ ટ્વિંકલબેન મૂળભાઈ દ્વારા ગુનો દાખલ કરી આર.ડી. નિનામા, પોલીસ સબ કોન્સ્ટેબલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *