ધ ગ્રેટ વર્લ્ડ, તળાજા
તળાજા ડેપોમાં સતત ૨૩ માં દિવસે પણ નિશુલ્ક છાશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આજના દિવસની છાશ ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે જગાભાઈ ગોપનાથ વાળા તરફથી પૂરી પાડવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં ડેપો મેનેજર પ્રજ્ઞાબેન વ્યાસ, મુકેશભાઈ, વિષ્ણુભાઈ, જે જે મકવાણા તેમજ કોળી સમાજના અગ્રણીઓએ ખાસ હાજરી આપીને ફરજ બજાવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આજની આ વિતરણ સેવામાં રાજપાલસિંહ ગોહિલ, ઋષિરાજસિંહ, ઇન્દુભા સરવૈયા, પ્રવીણભાઈ, ધીરુભાઈ અને પ્રવીણભાઈ વસિયાએ ઉત્સાહભેર ભાગ લઈને સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટ્રાફિક ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
