Saturday June 21, 2025

દ્વારકા નજીક એક્ટિવા અડફેટે દંપતી – પુત્રી ઈજાગ્રસ્ત

કુંજન રાડીયા, જામ ખંભાળિયા
      ભાણવડમાં આવેલી તાલુકા પંચાયત કચેરી પાસે જી.જે. 01 ઈ.બી. 7340 નંબરના મોટરસાયકલ પર બેસીને રૂપામોરા ગામથી ભાણવડ જવા માટે નીકળેલા ભરતભાઈ ગોવિંદભાઈ નકુમ નામના 33 વર્ષના સગર યુવાનના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને રોંગ સાઈડમાં આવીને જી.જે. 37 એ. 8426 નંબરના એકટીવા મોટરસાયકલ ચલાવતા એક મહિલાએ અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે મોટરસાયકલ ચાલક ભરતભાઈ તથા પાછળ બેઠેલા તેમના પત્ની અને એક વર્ષની પુત્રીને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

       અકસ્માત સર્જીને એકટીવા ચાલક મહિલા પોતાનું વાહન લઈને નાસી છૂટી હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે ભરતભાઈ ગોવિંદભાઈ નકુમની ફરિયાદ પરથી એક્ટિવા ચાલક મહિલા સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top