Saturday June 21, 2025

સ્વયંપાક સ્પર્ધા: ભાંખલની રાધેકૃષ્ણ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓએ રુ. 17,000ના હલવો, સુખડી, ભજીયા વેચ્યાં

રૂ 13 હજારના ખર્ચે મીઠાઈઓ બનાવીને બાળકો એક જ દિવસમાં રૂ 4000 કમાયા

હરેશ જોષી – કુંઢેલી

રાધે કૃષ્ણ હાઈસ્કૂલ – ભાંખલમાં સ્વયંપાક સ્પર્ધાનું આયોજન કરેલ. તેમાં કે.જી.થી લઈને ધોરણ 12 સુધીના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. સ્વયંપાકની આ સ્પર્ધામાં 500 જેટલા વિધાર્થીઓએ 32 જેટલા સ્ટોલ બનાવી પોતાના હાથથી બનાવેલ હલવો,સુખડી,ભજીયા, વિવિધ જાતની મીઠાઈઓ, લચ્ચી જેવી અનેક વાનગીવો વહેચીને નફા ખોટની સમજણ મેળવેલ. 32 જેટલી ટીમને વાનગી બનાવવા માટે 13000 હાજર જેટલો ખર્ચ થયેલ પણ જ્યારે વાનગી વહેંચમાં આવી ત્યારે તે રૂ. 17000 હજારની થયેલ. જેમાં બાળકોએ 4000 હજારનો નફો મેળવેલ.
આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિધાર્થીઓએ શાળા તરફથી પ્રોત્સાહન પણ મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top