Saturday June 21, 2025

મોટી પાણીયાળીમાં મોજીલું શિક્ષણ અંતર્ગત પર્યાવરણીય જાગૃતિ માટે એક નવતર પ્રયોગ

હરેશ જોષી, મોટી પાણીયાળી
ભાવનગર જિલ્લાના મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં મોજીલું શિક્ષણ અંતર્ગત રવિન્દ્ર ભાઈ પરમાર દ્વારા બાળકોને કાગળમાંથી પતંગ બનાવતા શીખવડાવવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની પતંગનો ઉપયોગ ટાળવા અને પતંગ બનાવવા માટે કાગળના ઉપયોગની મહત્વતા સમજાવી.
ઉત્તરાયણ પર્વ દરમ્યાન બાળકોએ પોતાની વ્યક્તિગત શું શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે સમજાવ્યા અને પક્ષીઓ માટે કાળજી લેવાની તથા પર્યાવરણને નુકસાન ન પહોંચાડવા અંગે પણ માહિતી આપી. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં પર્યાવરણીય જાગૃતિ વધારી અને તેમને પર્યાવરણ સુરક્ષા વિષેનું જ્ઞાન આપ્યું. મોજીલું શિક્ષણ દ્વારા આગામી દિવસોમાં વધારે શાળાઓમાં આ નવતર પ્રયોગ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top