Friday August 08, 2025

પોરબંદરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

પોતાની પાસે કોઈ જ યુનિવર્સિટીની માન્ય ડિગ્રી ન હોવા છતાં નિલેશ નાથા મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો હતો

પોરબંદર
પોરબંદર છાયાના ખડા વિસ્તારમાં પોતાની પાસે કોઈ જ યુનિવર્સિટીની માન્ય લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં પોતે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરી રહેલા નિલેશ નાથા નામના એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સરકાર તરફે પોરબંદર એસઓજી હેડ કોન્સ્ટેબલ ભરત ગોહિલે નિલેષ નાથા રાઠોડ, (ઉ.વ.૫૩, રહે. છાંયા રામેશ્વર પાન સામે, ખડા વિસ્તાર, મારૂતી પાન સામેનો રોડ, પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી પાસે પોતાની ડોક્ટર તરીકેની કોઈપણ માન્ય યુનિવર્સિટીની લાયકાત કે, ડીગ્રી ધરાવતો ન હોવા છતા ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી કેપ્સ્યુલ તથા ઇન્જેકશનો વિગેરે દવાઓ આપી પ્રેકટીસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેકશનો તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કી.રૂ.૬૦,૬૬૮/-ના મુદામાલ કબ્જામાં રાખી અનઅધીકૃત રીતે અન્ય વ્યકિતની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રેકટીસ કરતો મળી આવ્યો હતો. તા.૯/૧/૨૦૨૫ કલાક ૧૩/૦૫ પોરબંદર, છાંયા રામેશ્વર પાન સામે, ખડા વિસ્તાર, મારૂતી પાન સામેનો રોડ પર આરોપીના રહેણાંક મકાનેથી પોલીસે તેની ધરપકડ કરી કમલાબાગ પોલીસમાં બી.એન.એસ. ૨૦૨૩ની કલમ-૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ- ૩૦ મુજબ ગુરુ દાખલ કર્યો હતો અને તેની તપાસ ફોજદાર એલ એચ મારુને સોંપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top