જિલ્લાકક્ષાના ઉજવણીના આયોજન ખાસ બેઠક યોજાઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા
ખંભાળિયામાં આગામી તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર એ.બી. પાંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અહીંના રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હર્ષોલ્લાસ સાથે કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા અહીંની સરકારી ઈમારતોને રોશની, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, ફાયર સેફ્ટી, બેઠક વ્યવસ્થા અને ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે જરૂરી સૂચનાઓ આપી, અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા દ્વારા વિવિધ સંબંધિત અધિકારીઓને કાર્યક્રમની ભવ્ય ઉજવણીને લઈ જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃત્તિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ્ટ પરેડનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોશી, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ કલેક્ટર મનોજ દેસાઇ સહિત અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(ફોટો:- કુંજન રાડિયા)


