Saturday June 21, 2025

ખંભાળિયામાં પાણી વિતરણના સંપ તેમજ ફિલ્ટર પ્લાન્ટની સધન સાફ-સફાઈ કરાઈ

પાવર કાપ દરમ્યાન વોટર વર્ક્સ વિભાગની કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૫

  ખંભાળિયા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે ચાવીરૂપ એવા પાલિકાના વોટર સ્ટોરના વિવિધ સ્ત્રોતોમાં આજરોજ પાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા સધન સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. શહેરના ઘી ડેમ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના પાણી સંગ્રહ માટેના ફિલ્ટર પ્લાન્ટ તેમજ અંડર ગ્રાઉન્ડ સમ્પ વિગેરેને સાફ-સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 
   ખંભાળિયા નગરપાલિકા દ્વારા નગરજનોને ઘી ડેમ બાદ અહીંથી પાણી અન્ય સ્ટોરેજ વિભાગમાં રાખવામાં આવે છે. તેવા અંડર ગ્રાઉન્ડ વોટર સમ્પ અને ફિલ્ટર પ્લાન્ટના સ્ત્રોતોમાં નગરપાલિકાના વોટર વર્ક્સના સ્ટાફ દ્વારા સાધન સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. 
    શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી નગરપાલિકાના વોટર વકર્સ ઈજનેર એન.આર. નંદાણીયા તેમજ તેમની ટીમ દ્વારા આજરોજ શહેરમાં પાવર કાપના સમયગાળાનો ઉપયોગ કરી અને અગાઉથી આયોજનબદ્ધ રીતે સવારથી જ આ સાફ-સફાઈની સઘન કામગીરી કરવામાં આવી હતી.
     જેમાં ઘી ડેમ હેડ વર્કમાં વાલ્વ મેન સહિતની ટીમ દ્વારા અંડર ગ્રાઉન્ડ સંપ અને ફિલ્ટર પ્લાન્ટને સુવ્યવસ્થિત રીતે સ્વચ્છ કરાવી, અહીં રહેલા નુકસાનકર્તા તત્વોને દૂર કરાયા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top