Saturday June 21, 2025

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ભારત માતા પૂજન યોજાયું

ભાવનગર

76 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સાથે સાથે ભાવનગરના ક્રેસન્ટ ચોક, સરદાર સ્મૃતિ પાસે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા તથા પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા તેમજ અનેક વરિષ્ઠ અગ્રણીઓ રાજકીય આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા આર.એસ.એસ ના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ભારત માતા પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાની બાલિકા દ્વારા પૂજન ની શરૂઆત થયા બાદ અનેક નગરજનોએ ભારત માતાના જય જય કાર અને નાત જાત ભૂલીને સમરસતા ના ભાવ સાથે રાષ્ટ્ર પ્રથમ ના સંકલ્પ સાથે ભારત માતા નું પૂજન કરેલ હતું, આ પ્રસંગે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળના તમામ કાર્યકર્તાઓએ દરેકનું પ્રસાદી વિતરણ કરીને સ્વાગત અને અભિવાદન કર્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top