
પોતાના શિક્ષણ કાર્યના સમય દરમિયાન પોતાની જ શાળામાં પોતાની જ વિદ્યાર્થીની ઉપર શિક્ષક વિપુલ ગોહિલે અપકૃત્ય કર્યું હોવાની એફઆઇઆર
પોરબંદર
શિક્ષકોની ભરતી કરતી વખતે સરકાર તેના માર્ગ તો તપાસે છે પરંતુ ચરિત્ર તપાસતી નથી. વધુ એકવાર શિક્ષણ જગતને બદનામ કરતો એક કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે બહાર આવ્યો છે જેમાં શાળાના શિક્ષકે પોતાના પ્રાથમિક શાળાના શિક્ષણ કાર્યના સમય દરમિયાન જ પોતાની શાળામાં પોતાની જ વિદ્યાર્થીની એવી 12 વર્ષની એક બાળા ઉપર બળાત્કાર કર્યો હતો. વળી ઘટના એક વખત નથી બની, અનેક વખત બની ચૂકી છે. આખરે બળાત્કારનો ભોગ બનનાર બાળકીની માતા સુધી વાત જતા આખરે શિક્ષક વિપુલ ગોહેલ સામે એફઆઇઆર થઈ છે.
પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે એક મહિલા(વાસણ ઉ.વ- ૩૨ ધંધો-મજુરી રહે. આથમણુ વાસણ ફળીયુ મંડેર ગામ તા.જી.પોરબંદર)એ મંડેર પ્રાથમીક શાળાના શિક્ષક વિપુલ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી શિક્ષક વિપુલ ગોહેલે ફરીયાદીની સગીરવયની દિકરી (ભોગ બનનાર) ઉ.વ. ૧૨ વર્ષ ૧૦ મહીના ૨૦ દીવસ (જન્મ તા.૮/૩/૨૦૧૨)ને ડરાવી, ધમકાવી, તેના (ભોગ બનનારના) બળજબરીથી કપડા કાઢી,ફરીયાદીની દીકરી (ભોગ બનનાર)ની મરજી વિરૂધ્ધ અલગ-અલગ દીવસે ચારેક વખત શરીર સબંધ બાંધી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા.૨૨/૧/૨૦૨૫ કલાક ૧૦/૩૦ થી તા.૨૭/૧/૨૦૨૫ના કલાક ૧૭/૦૦ સુધીમાં સ્કુલના સમયગાળા દરમ્યાન મંડેર ગામ પ્રાથમીક શાળાની બિલ્ડીંગમા બનેલી આ ઘટના અંગે માધવપુર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪(૨)(એફ)(આઇ)(એમ ), ૬૫(૧), ૩૫૧(૩) તથા પોકસો કલમ- ૪,૬,૮,૧૦ મુજબ ગુનો દાખલ થતાં નવી બંદર મરીન પીઆઈ એસ એસ ગામેતીએ રૂરલ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી છે.