
મૂકેશ પંડિત, ઢુંઢસર
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓ વિભાગ ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ની ફૂટબોલ સ્પર્ધા માં ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે રમાયેલ ફાઇનલ માં ભાવનગર ગ્રામ્ય અને DLLS જામનગર વચ્ચે અન્ડર-14 બહેનો ની ફૂટબોલ ની રસાકરી ભરી મેચ માં ભાવનગર ગ્રામ્ય નો 2-0 થી પરાજય થતા ટીમ રનર્સ અપ થયેલ.ભાવનગર ગ્રામ્ય માં સિહોર તાલુકા ની સરકારી પ્રાથમિક શાળા એવી ઢુંઢસર પ્રાથમિક શાળા ની 9 દીકરીઓ ભાવનગર ગ્રામ્ય ટીમ માં પ્રતિનિધિત્વ કરેલ છે. અત્રે નોંધનીય છે કે ફૂટબોલ માં ભાવનગર ગ્રામ્ય નું પ્રતિનિધિત્વ કરતી ઢુંઢસર પ્રાથમિક શાળા ની બહેનો અગાઉ પણ જિલ્લા, ઝોન,અને રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી હાલ માં સ્પોર્ટ્સ સ્કૂલ DLLS માં પ્રવેશ મેળવી શાળા અને જિલ્લા નું ગૌરવ વધારેલ છે. ભાવનગર ગ્રામ્ય ટીમમાં સરકારી પ્રાથમિક શાળા એવી ઢુંઢસર પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીઓની ગોહિલ ફૂલવા, મકવાણા તુલસી,પરમાર જાનવી,રાઠોડ વંદના, ગોહિલ હસ્તી,ગોહિલ નિરાલી,મકવાણા ગોપી,રાઠોડ અંકિતા,અને વાઘેલા તુલસી એ આગામી સમયમાં ખેલ મહાકુંભ 3.0 માં રાજ્ય કક્ષાએ સૌરાષ્ટ્ર ઝોન નું ભાવનગર જિલ્લામાં થી પ્રતિનિધિત્વ કરી ભાવનગર નું ગૌરવ વધારતા શાળા ના આચાર્ય ડી.બી.રાઠોડ, શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા પરિવારે અને દીપસંગભાઈ ચુડાસમા અદયક્ષશ્રી, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ -સિહોરે દરેક વિદ્યાર્થીઓને,તેના ટીમ મેનેજર વર્ષાબેન પરમાર, કોચ દિનેશભાઇ બારૈયા અને માર્ગદર્શક અમરસંગભાઈ બી નકુમ ને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ પણ જળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવેલ.