
હરેશ જોષી, ઢુંઢસર
ઢુંઢસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી બહેનો ભાઈઓએ માઈધાર સંસ્થામાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી .
જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ વિશે માહિતી આપવામાં આવી. મોજીલું શિક્ષણ દ્વારા બાળકોને પેપર બેગ શીખવામાં આવી અને વિવિધ રમતો રમાડવામાં આવી. જ્યારે આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્રમાં બાળકોએ જાતે વિજ્ઞાનના પ્રયોગો કર્યા અને જાતે શીખ્યા. આવી રીતે આખો દિવસ વિજ્ઞાનમય પસાર કર્યો. બાળકોને ખૂબ જ મજા આવી, એવું એમના શિક્ષકો દ્વારા અને બાળકોના અભિપ્રાય રહ્યા હતા.