Thursday August 07, 2025

ભાવનગરના શિવકુંજ ધામમાં દિવ્યતાથી ઉજવાયો મહાશિવરાત્રી મહોત્સવ

ભવનાથ મહાદેવ મંદિરે ઉમટયો માનવ મહેરામણ

હરેશ જોષી, ભાવનગર તા. ૨૬. ૨
પુ.સંતશ્રી સીતારામ બાપૂના સાંન્નિધ્યમાં ભાવનગરની ભાગોળે આવેલ શિવકુંજ આશ્રમે મહાશિવરાત્રી મહોત્સવ ખુબજ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો હતો.
પૂ. શંકરાચાર્ય મહારાજ દ્વારા સ્થાપિત સ્ફટિક મણી શિવલીંગ ની ચારેય પ્રહરની પૂજા પૂ. સીતારામ બાપુ દ્વારા ભૂદેવો સાથે વિવિધ રસ અને તીર્થે જળના અભિષેકથી કરવામાં આવી હતી.પધારેલ અનેક ભક્તજનો ફળાહારની પ્રસાદી મેળવી તૃપ્તી મેળવી હતી.
પૂ. બાપુએ મહા શિવરાત્રીપર્વે શિવ એ કલ્યાણ સ્વરૂપ છે અને શિવની ભક્તિ થી ઉત્તમ કોઈ ઉપાસના નથી. સનાતન પરંપરામાં દ્વાદશ જ્યોર્તિલિંગ એ ભારતને અધ્યાત્મ રીતે જોડતી કડી છે. શિવજી ભક્તોને એશ્વર્ય અને યશ બધું આપે છે. આજના દિવસે શિવોપાસના કરીને ભગવાન શિવજીની જેમ બધું હોવા છતાં મોહ ત્યજી કલ્યાણ તરફ ગતી થાય તેવું જીવન જીવવા સૌને શીખ આપી હતી.
સમગ્ર ઉત્સવમાં શિવકુંજ પરિવાર અને પૂ. રામેશ્વર નંદમયી દેવી તથા પૂ. વરુણાનંદમયી દેવીએ સખત કામગીરી થી પધારેલ સૌને સુવિધા પૂરી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top