Saturday June 21, 2025

ભાવનગરમાં ત્રિવિધ કાર્યક્રમો સાથે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સર્વસમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.

.

ભાવનગર

આદિવાસી વિકાસ મહામંડળ, નૅશનલ એસસી. એસટી ડેવલોપમેન્ટ કાઉન્સિલ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી દ્વારા સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે હરેશભાઇ (પપ્પુભાઈ) પરમારના માર્ગદર્શનમાં ‘વિશ્વ મહિલા દિવસ’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં એમ.કે.એસ યુની. ના અંગ્રેજી ભવનના પૂર્વ એચ.ઓ.ડી પૂર્ણિમાબેન મહેતા, રેલ્વેના ડી.સી.એમ નિલાદેવી ઝાલા, લેખક અને મોટીવેશનલ સ્પીકર સુચેતાબેન કપૂર, ડો. આસ્થાબેન ચાવ, આંગણવાડી વર્કર નેહલબેન મકવાણા, સામાજિક કાર્યકર રંજનાબેન તેમજ સ્થાનિક નગરસેવક ઉષાબેન બધેકા અને ભાવનાબેન સોનાણીએ ઉપસ્થિત બસ્સો કરતા વધુ મહિલાઓને સ્ત્રી સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને નેશનલ એસસી. એસટી ડેવલોપમેન્ટ કાઉન્સિલ (દિલ્હી) ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ મારુએ પ્રેરક ઉદબોધન કરેલ તેમજ ટ્રાયબલ ડેવલોપમેન્ટ અધિકારી જયદેવભાઈ ઉપાધ્યાએ આદિવાસી મહિલાઓને મળતા લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ. આ ઉપરાંત ટેકવોન્ડો માર્શલ આર્ટના કોચ તરુણા રાઠોડે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અંગે તેમજ ક્રિષ્ના ગેસના યશપાલસિંહ ગોહિલ અને શુભમભાઈ તેમજ આસ્થા ગેસ એજન્સીના જયેશભાઈએ સલામતી પૂર્વક એલપીજીના વપરાશ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્વપ્ન શિલ્પ સોસાયટીના શિક્ષિકાઓ નિલાબેન કંટારીયા અને ભકતીબેન પંડ્યા તેમજ બીનાબેન પરમાર અને નીતાબેન ચૌહાણ જેવા આદિવાસી નોકરિયાત મહિલાઓનું સન્માન તેમજ તાજેતરમાં એમ.બી.બી.એસ કરનાર ડો. ધ્રુવ પંડ્યા, બી.એસ.સી. માઇક્રોબાયોલોજી કરનાર સેજલબેન ઉમટ, ફેશન ડિઝાઇનિંગનું ભણનાર શિવાનીબેન પરમાર તેમજ બી.એચ.એમ.એસની વિદ્યાર્થીની દિશાબેન કંટારીયા તેમજ આશા વર્કર બહેન વસુબેન મંગળસિક્કા તેમજ વરિષ્ટ અને વડીલ મહિલાઓ જેમકે સોનાબેન મંગળસિક્કા, ઉષાબેન શુક્લ, ભારતીબેન પરમાર, પ્રવીણાબા ગોહિલ, ચંપાબેન રાઠોડ, હંસાબા ગોહિલ તેમજ વસંતબેન જાદવનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાવનગર આદિવાસી સમાજના ગીતાબેન ધતુરાતરના બંને પુત્રો આર્મીમાં હોય તેમનું સન્માન કરવામાં આવેલ તેમજ પોલીસમાં નિયુક્ત થનાર રાહુલભાઈ ધતુરાતરનું તેમના પત્ની ભૂમિકાબેન સહિત સન્માન કરવામાં આવેલ. આ ઉપરાંત મધુબેન ચૌહાણ અને જળુબેન પરમાર સહિત સમસ્ત શબરી મંડળની બહેનો તેમજ રુવા ગામની બહેનો તેમજ કપિલ હનુમાનજી મંદિર તેમજ એકલવ્ય રામદારબર અને શબરી ભજન સંધ્યા મંડળ સહિત સાત જેટલા વિવિધ મંડળોને હરેશભાઇ પરમાર (પપ્પુભાઈ) દ્વારા પુરસ્કૃત કરીને સન્માનવામાં આવ્યા હતાં. વિશ્વ મહિલા દિવસના આ પ્રસંગને સફળ બનાવવા માટે પરમાર પંચ મંડળ- થોરડી, સ્વપ્નશિલ્પ સોસાયટીના રહીશો, ભાવનગર ભીલ જ્ઞાતિ મંડળના આગેવાનો, એકલવ્ય સોસાયટી, લાખાજી નગર, યોગીનગર અને આજુબાજુની સોસાયટી તેમજ રુવા ગામના રહીશો, મિત્રો, સ્નેહીઓ અને શુભેચ્છકોએ જહેમત ઉપાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top