
ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથાનો લાભ લેતાં ભાવિકો
બાવળિયાળી, શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫
( મૂકેશ પંડિત )
ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો.
સંત શ્રી નગાલખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથામાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે તેમ વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા બોધ મળ્યો. તેમણે ધ્રુવ અને પ્રહલાદ ભક્તિ પ્રસંગોનું નિરૂપણ કર્યું.
કથા સાથે તત્ત્વ દર્શન સમજાવતાં જણાવાયું કે, અવ્યક્ત ઈશ્વર દ્વારા જ વ્યક્ત થયેલ આ સૃષ્ટિ એટલે કે સંસાર છે. અનિશ્ચિત જીવન મૃત્યુ નિશ્ચિત છે, પણ તેનો સમય અનિશ્ચિત છે, માટે સાવધાન રહેવું અને ઈશ્વર ભક્તિ કરવી.
ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભાનુભાવોએ પણ લીધો. આજે હરિહરાનંદજી સ્વામી, લહેરગીરીબાપુ, સીતારામબાપુ સહિત સંતો, મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંફ રાજવી પરિવારનાં વીરભદ્રસિંહજી ઠાકોર તથા કૃષ્ણદેવસિંહજી ઠાકોર સાથે ભાવનગર રાજવી પરિવારનાં જયવીરરાજસિંહજી ગોહિલ જોડાયાં. રાજકીય સામાજિક અગ્રણીઓ કિરીટસિંહજી રાણા, મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભારતીબેન શિયાળ, ધીરુભાઈ શિયાળ, રામભાઈ સાંગા, પેથાભાઈ આહિર, લોકસાહિત્યકાર સહિત મોટી સંખ્યામાં કથા લાભ માટે જોડાયાં.
ભાગવત ગાથામાં સુંદર સ્વર અને સંગીત સંયોજન રહ્યું છે. આ સંગીત વૃંદમાં શ્રી બાલકૃષ્ણ વ્યાસ, મૂકેશભાઈ રાવળ, ઈન્દ્રજિત રાજ્યગુરુ, ધર્મેશ નાયક, પાર્થ પંડ્યા, મદનલાલ સિંહા સાથે શ્રી વિજયપત્ર દ્વારા સુંદર સંયોજન રહ્યું છે.
સમગ્ર ઉત્સવ વ્યવસ્થામાં જગદીશભાઈ મીર, અનિરુધ્ધસિંહ ચુડાસમા, શક્તિસિંહ ચુડાસમા, ભરતભાઈ રાઠોડ, અજયભાઈ રાઠોડ, કરશનભાઈ મીર, પ્રદીપભાઈ ભટ્ટ વગેરે જોડાયેલાં છે.
