
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫
ભાણવડ પંથકમાં આજથી આશરે ત્રણેક માસ પૂર્વે દારૂ સંદર્ભેના એક ગુનામાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સુનીલ ઉર્ફે રવિ અરશી વરુ નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. પરંતુ તે પોલીસને હાથ લાગ્યો ન હતો.
આ વચ્ચે ભાણવડના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાસતા ફરતા આરોપી સુનિલ ઉર્ફે રવિ વરુ (ઉ.વ. 27) ને પોલીસે મોડપર ગામે આવેલી નર્સરી પાસેથી ઝડપી લઇ, તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)