
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બાઈક રોડ ઉપર ઇરાણી, પડેલા ડમ્પર સાથે અથડાતા બાઈક પર જતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે.
આ ગમખ્વાર અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા થી થોરાળી ગામ તરફ પોતાનું બાઈક લઈ જઈ રહેલા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા લઈને જઈ રહ્યા હતા તે સમયે ભીલવાડા વિસ્તાર નજીક રોડ ઉપર પાર્ક કરેલા ડમ્પર સાથે બાઈક ધડાકા ભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા બે વ્યક્તિને વધુ સારવાર માટે ભાવનગર ની સરકારી સર. ટી .હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં દીપકભાઈ શામજીભાઈ વાઘેલા નું અને રાહુલભાઈ વાઘેલા નું પણ સારવાર દરમિયાન મોત નીપજતાં મૃત્યુ આંક ત્રણ થયો હતો. અકસ્માતની જાણ થતા જ પાલીતાણા પોલીસનો કાફલો બનાવતા સ્થળે દોડી ગયો હતો અને ગંભીર રીતે બીજા પામેલ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.