
ઈશ્વરિયા રવિવાર તા.૧-૬-૨૦૨૫
વરસાદનો ધોરી માસ એટલે અષાઢ… સૌથી વધુ ખેડૂતો જેની રાહ જુએ છે. આમ જુઓ તો આ દિવસોમાં એટલે કે આ પખવાડિયામાં સત્તાવાર ચોમાસુ બેસતું હોય છે. કઠણાઈએ વરસાદ અને વાવાઝોડું વગેરે તો હવે આખું વરસ ચાલે છે. ઋતુચક્રમાં ગંભીર અડચણો માટે આપણે જ જવાબદાર છીએ… જવા દો, એ કકળાટ નથી કરવો… પણ આ વર્ષે ચોમાસુ થોડું વહેલું આવી રહ્યું છે અને દેશનાં દક્ષિણ ભાગમાં વરસાદી વાતાવરણ થઈ ગયું છે. દક્ષિણ છેડાનાં તીર્થ સ્થાન રામેશ્વરમાં આ દિવસોમાં ઉભરાયેલાં વાદળાં અને વરસાદી માહોલને તસવીરકાર મૂકેશ પંડિતે ઝડપી લઈને હવે ગુજરાત સહિતનાં પ્રદેશમાં જાણે આપી દીધો છે, વહેલાં વરસાદનો વરતારો… આમ, હવે મેઘરાજા આવી રહ્યાંનો અણસાર આપ્યો છે.