Friday June 20, 2025

ઘોઘા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે રવિનાબેન મહેતા, જ્યોત્સનાબેન વેગડ અને આફ્રિનબેન મલેક મેદાનમાં : સમરસ કરવાના પ્રયત્નો જારી

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા
ઘોઘામાં તા.૧૦-૦૭-૨૦૨૫ નાં રોજ સરપંચ પદના ઉમેદવાર જ્યોત્સનાબેનનાં પતિ મુકેશભાઈ વેગડ , આફ્રિનબેન ના પતિ નદીમભાઈ મલેક દ્વારા ગામના વિકાસ માટે એવો વિચાર કરવામાં આવ્યો કે ” આઝાદીથી લઈને અત્યાર સુધી ઘોઘા ગ્રામ પંચાયત સમરસ નાં થયેલ હોય ત્યારે ઘોઘાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઘોઘા ગ્રામ પંચાયત સમરસ કરી ઘોઘા ગામની એકતા જળવાય રહે અને તમામ સમાજોમાં અંદરો અંદર ફાટા ન પડે ,ગામમાં રાજકીય ગરમાવો ન ફેલાય અને ઝગડાનાં બનાવો ન બને તેમજ ગામમાં ભાઈચારો અને શાંતિ જળવાય રહે અને ગામના લોકો હળીમળીને રહે તે માટે ભાવનગર જિલ્લામાં એક અનોખો દાખલો બેસાડી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ઘોઘા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ સહિત તમામ વોર્ડના સભ્યો સર્વ સંમતિથી બિનહરીફ થાય અને ઘોઘા ગામને સરકાર તરફથી મળતી સમરસ ગ્રાન્ટનો ઉપયોગ ગામનાં વિકાસલક્ષી કામમાં થાય તેવા ઉમદા વિચાર સાથેના પ્રયત્નો હાથ ધર્યા હતા,અને આ બાબતે રવિનાબેનનાં પતિ સાગરભાઈ મહેતા સાથે મિટિંગ યોજવામાં આવી હતી અને ઉપરની તમામ બાબતો વિશે રૂબરૂમાં વિગતવાર જાણ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મુકેશભાઈ વેગડ અને નદીમભાઈ મલેક દ્વારા સાગરભાઈ મહેતાને એવું કહેવામાં આવ્યું હતું કે ” ઘોઘા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૬ વોર્ડ છે અને સરપંચ પદના ત્રણેય ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે પોતાની પેનલના પાંચ-પાંચ સભ્યો સ્વેચ્છાએ ઊભા રાખે અને જ્યોત્સનાબેન વેગડ અને આફ્રિનબેન મલેક દ્વારા સરપંચ પદ માટે ભરેલ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી અને તમારા પત્ની રવિનાબેન મહેતાની સરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવે તેવી વાત જણાવેલ.

પરંતુ આ બાબતે સાગરભાઈ મહેતા દ્વારા એવું કહેવામાં આવેલ કે ” ૧૬ વોર્ડના તમામ સભ્યોની પેનલના ઉમેદવાર પણ મારા અને સરપંચ પદ માટે મારા પત્નીની જ વરણી થાય તો જ ગ્રામ પંચાયત સમરસ થવા દવ” ત્યારે નદીમભાઈ મલેક અને મુકેશભાઈ વેગડ દ્વારા આ બાબત સ્વીકારી નહોતી કેમકે “આઝાદી પછી પ્રથમ વખત ઘોઘા ગામને સંપૂર્ણપણે સમરસ થાય તે માટે પોતાની પત્નીનું સરપંચ પદ પણ જતું કરવાના હોય ત્યારે સાગરભાઈ આ બાબતે કોઈ બાંધછોડ કરવા માંગતા ન હોય દ્રઢ નિર્ણય સાથે અડગ રહેલા.
ત્યારે નદીમભાઈ મલેક અને મુકેશભાઈ વેગડ સગરભાઈ મહેતાની આ વાત સાથે સહમત થયા નહોતા. જોકે હજી પણ ઘોઘા ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘોઘા ગામની આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે ઘોઘાનું ભાવિ હવે ઘોઘાના ગ્રામજનોએ નક્કી કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top