– ડીવાયએસપી સ્ટાફની કામગીરી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે એએસઆઈ શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના […]
Category: BHANVAD
“રોટલી કેમ કાચી છે” કહીને પતિએ લોખંડનો સળીયો ફટકાર્યો: સઈ દેવળીયા ગામનો બનાવ
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા નીતાબેન વિજયભાઈ કેશવાલા નામના 25 વર્ષના પરિણીત મહિલાને તેણીના પતિ વિજય હમીરભાઈ કેશવાલાએ “રોટલી કેમ કાચી છે?” તેમ કહીને તેમની ઉપર રોટલીના ડબ્બાનો છૂટો ઘા કર્યો ગયો હતો. જેના કારણે તેમને પીઠના ભાગમાં ઇજાઓ થવા પામી હતી. આટલું […]
દ્વારકામાં મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ ધરાવતા મધ્યમ બંધાના અને ઘઉં વર્ણા આ યુવાનના ડાબા હાથની પર “રાજા મેલડી” તેમજ કાંડા ઉપર અંગ્રેજીમાં “DAD” ટેટુથી ત્રેફાવેલું છે. […]
ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: રૂ. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫ કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ […]
દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે યાદી
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫ સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના” હેઠળના તમામ લાભાર્થીઓને આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુન- 2025ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા સાની ડેમ રીપેરીંગમાં તંત્રની ગંભીર નિષ્ક્રિયતા
– બિન રાજકીય નાગરિક સમિતિની ચોટદાર રજૂઆતો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકામાં આવેલા મહત્વના એવા સાની ડેમમાં રીપેરીંગના ભાવે છેલ્લા છ-સાત વર્ષથી પાણીનો સંગ્રહ ન થઈ શકતા આ મુદ્દે ખંભાળિયાની બિન રાજકીય સંસ્થા નાગરિક સમિતિ દ્વારા વિલંબ બદલ ચોટદાર ટકોર કરવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ વિસ્તારમાં […]
ખંભાળિયાના કંચનપુર ગામે સોમવારે મંદિરનું ભૂમિ પૂજન
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના કંચનપુર વિસ્તારમાં આવેલા શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજના શ્રી અબડાજામ ડાડાના મંદિરનું નવ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે આગામી સોમવાર તા. 14 એપ્રિલના રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે સોમવારે સવારે 10 વાગ્યે ભૂમિ પૂજન, 11 […]
ખંભાળિયામાં સોમવારે વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયા વાલ્મિકી સમાજ દ્વારા આગામી સોમવાર તારીખ 14 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે અહીંના પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે વાલ્મિકી સમાજના ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સાથે વાલ્મિકી સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવશે. […]
ખંભાળિયા ધાર્મિક સેવા પ્રવૃત્તિ બદલ મહંતને સન્માનિત કરાયા
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયામાં છેલ્લા 35 વર્ષથી શ્રી મારુતિ રામધૂન મંડળ ચલાવતા સુરેશભાઈ મહંત અને ગ્રૂપ દ્વારા દર વર્ષે હનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લ્યે છે. ત્યારે આજના આ પાવન પર્વે સુરેશભાઈ મહંતનું છબી અર્પણ કરીને ઉપરણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. […]
બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે […]
